રિપોર્ટ@સુરેન્દ્રનગર: આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂત મહાપંચાયતનું આયોજન, અરવિંદ કેજરીવાલ તેમજ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન હાજરી આપશે
 
                                        
                                    અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આજે સુરેન્દ્રનગરના સાયલાના વાંટાવચ્છ ગામમાં આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે. કડદા પ્રથા અને ખેડૂતો પરના અત્યાચારના અનેક મુદ્દાઓને લઈને ચર્ચા કરવામાં આવશે. આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમજ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન હાજરી આપશે. બંને નેતાઓ ગઈકાલે જ ગુજરાતમાં આવી પહોંચ્યા હતા.
આ મહાપંચાયત બોટાદ માર્કેટિંગ યાર્ડની કડદા પ્રથા અને ખેડૂતો પરના અત્યાચાર વિરુદ્ધ યોજાઈ રહી છે. જેમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સહિતના અગ્રણી નેતાઓ ઉપસ્થિત રહેશે.
આ મહાપંચાયત ખેડૂતો પરના અન્યાય સામે અવાજ ઉઠાવવા માટે આયોજિત આવી શૃંખલાનો એક ભાગ છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય કડદા પ્રથાની નાબૂદી કરવાનો છે, જે ખેડૂતો માટે લાંબા સમયથી સમસ્યા બની રહી છે.

