રિપોર્ટ@સુરેન્દ્રનગર: ડમ્પરે કચડતાં 40 ઘેટા-બકરા સાથે માલધારીનું મોત, જાણો સમગ્ર ઘટના

આ બાબતે જીવદયાપ્રેમી ઓએ સાયલા મહાજન પાંજરાપોળનો સંપર્ક કરવા માટે પણ જણાવ્યું હતું.
 
રિપોર્ટ@સુરેન્દ્રનગર: ડમ્પરે કચડતાં 40 ઘેટા-બકરા સાથે માલધારીનું મોત, જાણો સમગ્ર ઘટના 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અકસ્માતના બનાવો ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી અકસ્માતના બનાવો સામે આવતા હોય છે. સુદામડા રોડ પર ડમ્પરચાલકે પશુઓને અડફેટે લેતા અંદાજે 40 જેટલા પશુઓના મોત થયા હતા. મૃતક પશુઓને જોઇ પશુપાલક હેબતાઇ ગયો અકસ્માત ગ્રસ્ત થયેલા પશુઓને જોઈને પશુ માલિક બાબુભાઈ દેવાભાઈ રબારી હેબતાઈ ગયા હતા.

ત્યારે પશુપાલનનો વ્યવસાય કરતા બાબુભાઈએ અકસ્માતમાં મોત થયેલા ઘેટાઓને કારણે તેના અંદાજિત 20 જેટલા નાના બચ્ચાને દૂધ માટે તેમજ અકસ્માત ગ્રસ્ત પશુઓને હેરફેર માટે મોટી સમસ્યા ગણાવી હતી. આ બાબતે જીવદયાપ્રેમી ઓએ સાયલા મહાજન પાંજરાપોળનો સંપર્ક કરવા માટે પણ જણાવ્યું હતું.

સાયલા સાયલાથી સુદામડા તરફના રસ્તે અનેક ક્વોરી ઉદ્યોગ જોવા મળે છે. જેના કારણે રાત દિવસ બેકાબૂ ડમ્પરો ચલાવતા જોવા મળે છે. ત્યારે સાંજના 2 કલાકની આસપાસ સુદામડા પાસેના ક્વોરીમાં માલ ભરવા જતાં ડમ્પર ચાલક ધીરૂભાઈ ગોવિંદભાઈ બારૈયાએ પૂરઝડપે ડમ્પર ચલાવી રસ્તેથી આગળ જતા હતા. દરમિયાન ડમ્પરચાલકે કાબૂ ગુમાવતાં આગળ જતા 300થી વધુ ઘેટાં બકરાને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં 38 જેટલા ઘેટા અને 2 બકરા સહિત કુલ 40 પશુના ઘટનાસ્થળે મોત થયા હતા.

લખતર ગામના ડમ્પર ચાલક ધીરૂભાઈ ગોવિંદભાઈ બારૈયાએ લખતરથી ડમ્પર પર લઈને સુદામડા કવોરીમાં માલ ભરવા જતા હતા. પરંતુ તે પહેલા ધીરૂભાઈએ સાયલા ગેરેજમાં બ્રેકનું કામ કરાવ્યું હોવાનું જણાવતા હતા. અને અચાનક બ્રેક ફેલ થઈ જતા આ દુર્ઘટના બની હોવાના જણાવતા હોવાનું જાણવા મળી રહ્યું છે. જ્યારે અનેક પશુના ડમ્પરના વ્હીલમાં વિંટળાઈ જવાના કારણે મોત થયું હતું. જ્યારે પશુધન સાથે રહેલા પશુપાલક કચ્છના કોટડા ગામના 50 વર્ષના સાજણભાઈ કરણભાઈ ગોહિલને પણ માથાના તેમજ શરીરના ભાગે ગંભીર ઇજા થતાં લોહી લુહાણ હાલતમાં ઘટના સ્થળે પડી ગયા હતા.

સદભાગ્યે તેમની સાથે રહેલા બાબુભાઈ દેવાભાઈ રબારી તેમજ ધનજીભાઈ કરમશીભાઈ દૂર જતા રહેતા બચાવ થયો હતો. પરંતુ સાજણભાઈને ગંભીર ઇજા થતાં વધુ સારવાર માટે સુરેન્દ્રનગર લઈ જવામાં આવ્યા હતા. આ બાબતને સાયલા પોલીસને જાણ થતાં ઘટના સ્થળે પહોંચી ડમ્પરચાલકને ઝડપી લીધો હતો.

કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. આ બાબતની સાયલા મામલતદાર, તાલુકા વિકાસ અધિકારીને જાણ થતા ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પશુ ચિકિત્સક ડોક્ટર જી.એચ. ગોહિલ તેમજ તન્નાબેન સોલંકી ઘટના સ્થળે પહોંચીને મૃતક પશુઓના પીએમ માટેની કાર્યવાહી હાથ ધરી હતી. આ બાબતે સાયલા પોલીસે ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.