રિપોર્ટ@સુરત: મેટ્રો રેલની હાઇડ્રોલિક ક્રેન ધરાસાયી થતાં લોકોમાં અફરાતફરી મચી
મેટ્રો રેલની કામગીરીમાં વધુ એક બેદરકારી
Aug 23, 2024, 09:55 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં કામગીરીમાં બેદરકારીના કેટલાય બનાવો સામે આવતા હોય છે. સુરતમાં મેટ્રો રેલની કામગીરીમાં વધુ એક બેદરકારી સામે આવી છે. શહેરના નાના વરાછા વિસ્તારમાં મેટ્રો રેલની હાઇડ્રોલિક ક્રેન ધરાસાયી થઈ. આ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. સીસીટીવીમાં જોઈ શકાય છે કે, હાઇડ્રોલિક ક્રેન ધરાસાયી થતાં જ લોકોમાં ભારે નાસભાગ મચી હતી.
આ હાઇડ્રોલિક ક્રેન બાજુમાં આવેલા એક મકાન પર પડવાથી ત્રણ જેટલી કારને નુકસાન થયું છે. જો કે ઘટના સમયે ત્યાં કોઈ હાજર ન હોવાથી જાનહાનિ ટળી છે. આ ઘટનામાં ડ્રાઈવર ઈજાગ્રસ્ત થતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
ઘટનાની જાણ થતાં સુરત મેટ્રો રેલના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, મેયર, ડેપ્યુટી મેયર અને વિપક્ષના નેતાઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.