રિપોર્ટ@ગુજરાત: 16 કરોડથી વધુ કિંમતનો શંકાસ્પદ સરકારી તુવેરદાળનો જથ્થો સીલ
તુવેરદાળનો જથ્થો સીલ
Aug 8, 2024, 08:46 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં અવાર-નવાર કેટલીક વસ્તુઓ સીલ કરવામાં આવતી હોય છે. ગોધરામાંથી શંકાસ્પદ સરકારી તુવેરદાળનો જથ્થો ઝડપાયો છે. તહુરા તુવેરદાળ મિલમાંથી 16 કરોડથી વધુની કિંમતનો આ શંકાસ્પદ સરકારી તુવેર દાળનો જથ્થો મળી આવતાં સીઝ કરાયો છે.
શંકાસ્પદ સરકારી તુવેરદાળની આટલી મોટી માત્રાનો રાજ્યનો આ પ્રથમ બનાવ છે. તહુરા તુવરદાળ મિલમાં જિલ્લા પુરવઠા અધિકારી અને સીટી મામલદારની ટીમે આકસ્મિત રેડ કરી હતી.
આ દરોડામાં આંધ્રપ્રદેશની સરકારી તુવેરદાળનો 16 કરોડનો અધધધ જથ્થો જપ્ત કરાયો છે અને તહુરા તુવરદાળની મિલના સંચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.