રિપોર્ટ@મહેસાણા: GIDCમાંથી તહેવારોમાં શંકાસ્પદ 43 હજાર કિલો ઘીનો જથ્થો ઝડપાયો

ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોમાં નકલી ઘીનો કાળો કારોબાર બેફામપણે થઇ રહ્યો છે.
 
રિપોર્ટ@મહેસાણા: GIDCમાંથી તહેવારોમાં શંકાસ્પદ 43 હજાર કિલો ઘીનો જથ્થો ઝડપાયો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોમાં નકલી ઘીનો કાળો કારોબાર બેફામપણે થઇ રહ્યો છે. મહેસાણાના કડીની GIDCમાંથી તહેવારોમાં જ શંકાસ્પદ 43 હજાર કિલો ઘીનો જથ્થો ઝડપાયો છે.

મહેસાણા ફૂડ વિભાગ અને એલસીબીએ મોડી રાત્રે કડી GIDCમાં આવેલા પાંચ ગોડાઉનમાં દરોડા પાડ્યા હતા. જે તમામ ગોડાઉન ભાડે ચાલતા હતા. પ્રાથમિક માહિતી મુજબ પામ ઓઇલ, ફોરેન ફેટ મિક્સ કરીને ઘી બનાવવામાં આવતું હતું.

જો કે એલસીબી દ્વારા શંકાસ્પદ ઘીના નમૂના લઇને વધુ પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. ડુપ્લિકેટ ઘીની ફેક્ટરીનો માલિક હાલ ફરાર છે. પોલીસે તેને શોધવાની તાજવીજ હાથ ધરી છે.