રિપોર્ટ@મોરબી: સગીરાનું અપહરણ કરનાર આરોપીની ધરપકડ પોલીસે કરી અને જેલ હવાલે કર્યો

ધરપકડ કરીને જેલ હવાલે કરાયો છે
 
રિપોર્ટ@મોરબી: સગીરાનું અપહરણ કરનાર આરોપીની ધરપકડ પોલીસે ધરપકડ કરી અને જેલ હવાલે કર્યો 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

મોરબી તાલુકાના ચાંચાપર ગામે રહેતા પરિવારનીસગીરા કે જે કોલેજમાં અભ્યાસ કરતી હોય અભ્યાસ માટે મોરબી આવતી હતી.આ સગીરાનુ થોડા સમય પહેલા અપહરણ કરવામાં આવ્યું હતું અને જે અંગે નોંધાયેલ ફરિયાદના આધારે તાલુકા પોલીસ દ્વારા તપાસ ચલાવીને આરોપીને પકડીને હાલ જેલ હવાલે કરાયો હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

મોરબી તાલુકા પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબી તાલુકાના ચાંચાપર ગામે રહેતા એક પરિવારની દીકરીનું થોડા સમય પહેલા અપહરણ કરવામાં આવ્યું હતું.જે અંગે અપહરણની કલમો હેઠળ ફરિયાદ નોંધાઈ હતી.જેની તપાસ દરમિયાન તપાસ અધિકારી તાલુકા પીઆઇ વાળા દ્વારા તપાસ ચલાવીને શક્તિ હસમુખભાઈ ચોવસિયા જાતે દેવીપુજક (23) રહે. આનંદનગર લાયન્સનગર પાસે સનાળા રોડ કંડલા બાયપાસ મોરબી વાળાની આઇપીસી કલમ 263, 366 મુજબ ધરપકડ કરવામાં આવી હતી અને હાલ શકિત ચોવસીયાને જેલ હવાલે કરાય હોવાનું જાણવા મળેલ છે.

વધુમાં પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે ભોગ બનેલ સગીરા છાત્રાલયમાં અભ્યાસ કરતી હોય અભ્યાસ માટે મોરબી આવતી હતી.દરમિયાન આરોપી તેનો પીછો કરતો હતો અને આરોપીના કૌટુંબીક બહેન ચાંચાપર ગામે હોય ત્યાં પણ તે આવતો જતો ત્યારે સગીરાનો પીછો કરતો હતો અને બાદમાં લલચાવી ફોસલાવીને સગીરાનું અપહરણ કરવામાં આવ્યું હતુ.જે ગુનામાં હાલમાં તેની ધરપકડ કરીને જેલ હવાલે કરાયો છે.