રિપોર્ટ@ગુજરાત: યુવતીના અપહરણ અને દુષ્કર્મના કેસમા પકડાયેલો આરોપી ટોયલેટ જવાનું કહી ભાગી ગયો
ટોયલેટ જવાનું કહી આરોપી ભાગી ગયો
Jul 14, 2024, 11:37 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં કેટલાક ગુનામાં ઝડપાયેલ આરોપી ફરાર થઇ જતા હોય છે. ફરી એકવાર એક આરોપી પોલીસની સંકજામાંથી ફરાર થઇ ગયો છે. યુવતીના અપહરણ અને દુષ્કર્મના કેસમા 3 દિવસ પહેલા જ પકડાયેલો આરોપી પોલીસને ટોયલેટ જવાનું કહી બારી તોડી ભાગી ગયો. ઘટના અમદાવાદના સોલા પોલીસ સ્ટેશનની છે.
જ્યાં આજે સવારે 8થી 8:30 વાગ્યા દરમિયાન આરોપી મેહુલ નટવર પરમાર લોકઅપમાં બંધ હતો ત્યારે લોકઅપના ટોયલેટમાં પાણી ઓવરફ્લો થવાથી પોલીસને વિનંતી કરતા તેને કોમન ટોયલેટમાં લઈ જવામાં આવ્યો હતો. આરોપીને ટોયલેટમાં લઈ ગયા બાદ દસ મિનિટ જેટલો સમય થયો. પરંતુ આરોપી બહાર ન નીકળ્યો.
જેથી શંકા જતા પોલીસે તપાસ કરી હતી. તપાસ કરતા આરોપી જોવા ન મળ્યો અને બારી તૂટેલી જોવા મળી હતી. હાલ તો સોલા પોલીસ ઉપરાંત ઝોન પોલીસની ટીમે ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી છે.

