રિપોર્ટ@અમદાવાદ: અકસ્માત કરનારી કાર ચાલક યુવતીએ પોતે અધિકારીની પુત્રી હોવાનું કહીને પોલીસ તથા હાજર લોકોને રોફ માર્યો

 ટુવ્હિલર ચાલકને ટક્કર મારીને મોતને ઘાટ ઉતાર્યો 
 
રિપોર્ટ@અમદાવાદ: અકસ્માત કરનારી કાર ચાલક યુવતીએ પોતે અધિકારીની પુત્રી હોવાનું કહીને પોલીસ તથા હાજર લોકોને રોફ માર્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં દુર્ઘટનાના બનાવો ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જ્ગ્યાએથીમ દુર્ઘટનાનો બનાવ સામે આવતોજ હોય છે.  અમદાવાદ શહેરની માણેકબાગ સોસાયટી પાસે એક યુવતીએ કાર રોંગસાઈડમાં ચલાવીને ટુવ્હિલર ચાલકને ટક્કર મારીને મોતને ઘાટ ઉતાર્યો હતો. જે મામલે એન ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ કરી ત્યારે કાર ચાલક યુવતીએ પોતે અધિકારીની પુત્રી હોવાનું કહીને પોલીસ તથા હાજર લોકોને રોફ માર્યો હતો.

જો કે પોલીસે કાર ચાલક યુવતી સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી તપાસ કરી ત્યારે તે કોઈ અધિકારીની પુત્રી ન હોવાનું સામે આવ્યું હતું.

સેટેલાઈટમાં રહેતા કુલદીપ વાણા શનિવારે ટુવ્હિલર લઈને માણેકબાગ સોસાયટી પાસેથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે રોંગ સાઈડમાં આવેલી કારે ટક્કર મારતા કુલદીપભાઈ રોડ પર પટકાયા હતા. કુલદીપભાઇને ગંભીર ઈજાઓ પહોંચતા કાર ચાલક પ્રીતિ પટેલ જ કુલદીપને જીવરાજ મહેતા હોસ્પિટલ લઇ ગયા હતા. જો કે સારવાર દરમિયાન ફરજ પરના ડોક્ટર કુલદીપને મૃત જાહેર કર્યો હતો. અકસ્માત સમયે લોકોનું ટોળું ભેગુ થયુ ત્યારે કાર ચાલક પ્રીતિ પટેલે પોતે મોટા અધિકારીની દિકરી હોવાનું કહીને પોલીસ અને લોકો સામે દમ માર્યો હતો. જો કે પોલીસે પ્રીતિ સામે ગુનો નોંધી તેની ધરપકડ કર્યા બાદ પૂછપરછ કરી હતી. પૂછપરછ દરમિયાન તે સેટેલાઈટ ખાતે રહેતી હોવાનું સામે આવ્યુ હતું. પ્રિતિબેનની દિકરીની સ્કુલમાં કાર્યક્રમ હોવાથી સ્કુલે ગયા હતા અને કાર્યક્રમ પૂર્ણ થયા બાદ દિકરીને લઈને ઘરે જવા માટે નીકળ્યા ત્યારે માણેકબાદ બંગ્લા નંબર 174 પાસે અકસ્માત સર્જાયો હતો. પ્રિતિબેને રોંગ સાઈડમાં કાર ચલાવતી વખતે અકસ્માત સર્જ્યો હોવાની પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી. પોલીસે પ્રીતિના પિતાની તપાસ કરાવતા તેના પિતા કોઈ અધિકારી ન હોવાનું સામે આવ્યુ હતુ. પ્રીતીના પિતા ગવર્મેન્ટ સેક્ટરમાં પ્રિન્ટર મશીન સપ્લાય કરવાનો બિઝનેસ કરતા હોવાનું સામે આવ્યુ હતુ. જો કે રોફ જમાવવા માટે પ્રીતીએ પોતે અધિકારીની દિકરી હોવાનું જણાવ્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યુ છે.