રિપોર્ટ@નવસારી: ખુલ્લી ગટરમાં પડી ગયેલી બાળકીનો નદીમાંથી મૃતદેહ મળ્યો

નદીમાંથી બાળકીનો મૃતદેહ મળ્યો હતો.
 
રિપોર્ટ@નવસારી: ખુલ્લી ગટરમાં પડી ગયેલી બાળકીનો નદીમાંથી મૃતદેહ મળ્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અવાર-નવાર કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે. હાલમાં હદય કંપાવી ઉઠે એવી ઘટના સામે આવી છે. નવસારીના બીલીમોરામાં તંત્રની બેદરકારીના કારણે ખુલ્લી ગટરમાં 6 વર્ષની બાળકી પડી જતાં લાપત્તા બની હતી. સીસીટીવી ચેક કર્યા બાદ બાળકી ખુલ્લી વરસાદી ગટરમાં પડી હોવાની જાણ થતાં તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે બાળકીની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. ગઈકાલે પાંચ-છ કલાક સુધી શોધખોળ કર્યા બાદ રાત્રે 10 વાગ્યા પછી ફરી વરસાદ શરૂ થતાં બચાવ કામગીરીમાં વિક્ષેપ પડ્યો હતો.

ત્યારે આજે વહેલી સવારથી ફરી બાળકીની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. આ દરમિયાન 22 કલાકની શોધખોળ બાદ માસૂમ શાહીનની માત્ર લાશ જ મળી હતી. અંબિકા નદીમાંથી બાળકીનો મૃતદેહ મળ્યો હતો.


બીલીમોરાના વખારિયા બંદર પાસે ખુલ્લી ગટરમાં ખાબકેલી બાળકીનો આજે 22 કલાક બાદ માત્ર મૃતદેહ હાથ લાગ્યો હતો. 22 કલાકની ભારે શોધખોળ બાદ વઘારિયા બંદર નજીક વાડિયા શિફ્ટ યાર્ડ ખાતેથી બાળકીનો મૃતદેહ મળ્યો હતો. જેને પગલે બાળકીનાં પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. પિતા અજિત શેખે બાળકીના મૃતદેહને ઊંચકી ગળે લગાડી લીધો હતો. પોતાની વહાલી બાળકીને હાથમાં લઈ પિતા તેમજ પરિવારજનો ઘર તરફ આગળ જઈ રહ્યાં હતાં ત્યારે ત્યાં શોકનો માહોલ છવાયો હતો. બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે બીલીમોરાની મેંગોશી હોસ્પિટલમાં લઈ જવાયો હતો.