રિપોર્ટ@ગુજરાત: 2 યુવતીઓ સામે 3.67 કરોડની છેતરપીંડિની ફરિયાદ નોંધાવનાર ડૉક્ટર સામે દુષ્કર્મનો ગુનો નોંધાયો

ડૉક્ટર સામે જ હવે દુષ્કર્મનો ગુનો નોંધાયો
 
રિપોર્ટ@ગુજરાત: 2 યુવતીઓ સામે 3.67 કરોડની છેતરપીંડિની ફરિયાદ નોંધાવનાર ડૉક્ટર સામે દુષ્કર્મનો ગુનો નોંધાયો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાં ચોરી,લુંટફાટ, મર્ડર અને દુષ્કર્મના ગુનાઓ ખુબજ વધી ગયા છે. તાપીના બહુચર્ચિત દુષ્કર્મ અને ઉચાપત કેસમાં નવો વળાંક આવ્યો છે. જેમાં બે યુવતીઓ સામે 3.67 કરોડની છેતરપીંડિની ફરિયાદ નોંધાવનાર ડૉક્ટર સામે જ હવે દુષ્કર્મનો ગુનો નોંધાયો છે. જણાવી દઈએ કે, ભોગ બનનાર યુવતીઓની ફરિયાદ પોલીસે ન નોંધતા યુવતીઓ તરફથી વ્યારાની કોર્ટમાં અરજી કરાઈ હતી.

જેમાં આજે યુવતીઓના પક્ષમાં વ્યારા કોર્ટે ડૉક્ટર સામે દુષ્કર્મની ફરિયાદ નોંધવા આદેશ કર્યો છે. વ્યારામાં ડૉક્ટર શૈલેન્દ્ર ગામીતની પત્ની હેમાંગીનીબેને તેમની લેબમાં અને હોસ્પિટલમાં કામ કરતી બે યુવતીઓ પર 3.67 કરોડની ઉચાપત કરી હોવાનો આક્ષેપ કર્યો હતો.

જેની સામે યુવતીઓએ ડૉક્ટર શૈલેન્દ્ર ગામીત પર દુષ્કર્મ અને છેડતી કર્યાનો આક્ષેપ કર્યો હતો. આ બે પ્રકરણમાં પોલીસ તરફથી બે યુવતીઓ સામે 3.67 કરોડનો ઉચાપતનો ગુનો દાખલ કર્યો હતો. આ કેસમાં યુવતીઓની દુષ્કર્મ અને છેડતીની ફરિયાદ નોંધાઈ ન હતી, પરંતુ હવે પોલીસે ફરિયાદ નોંધી છે.