રિપોર્ટ@ગુજરાત: વિશ્વામિત્રી રીડેવલપમેન્ટ માટે સરકાર 1200 કરોડ ફાળવશે

વિશ્વામિત્રી નદી ગાંડીતૂર બની છે
 
રિપોર્ટ@ગુજરાત: વિશ્વામિત્રી રીડેવલપમેન્ટ માટે સરકાર 1200 કરોડ ફાળવશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં વરસી રહેલા ભારે વરસાદના કારણે કેટલાક ડેમ ઓવરફ્લો થયા છે. વડોદરા શહેરના આજવા ડેમમાંથી સતત છોડાયેલા પાણીને પગલે વિશ્વામિત્રી નદી ગાંડીતૂર બની છે અને એના પાણી આસપાસના કાંઠા વિસ્તારમાં ઘૂસી ગયાં છે. કારણે લાખો લોકો પોતાના ઘરમાં જ પુરાયેલા છે. ત્યારે રાહતના સમાચાર એ છે કે, વિશ્વામિત્રી નદીની સપાટી 30 ફૂટે આવી ગઈ છે. જોકે, પૂરથી થોડી રાહત મળી શકે છે.

વડસર વિસ્તારમાં આવેલી કાંસા રેસિડેન્સી સહિતની સોસાયટીઓમાંથી NDRFની ટીમે લોકોને રેસ્ક્યૂ કર્યા હતા. NDRF ની ટીમ અને રેસ્ક્યુ કરાયેલા લોકોને વડસરની વલ્લભ રેસીડેન્સીના લોકોએ ભોજન બનાવીને જમાડ્યા હતા.

ત્યારે વડોદરામાં વિશ્વામિત્રી નદીએ વેરેલા વિનાશ બાદ સરકાર દ્વારા વિશ્વામિત્રીરી ડેવલપમેન્ટ માટે રૂપિયા 1200 કરોડ ફાળવવામાં આવ્યા. વડોદરામાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે બેઠક કર્યા બાદ જાહેરાત કરી હતી.