રિપોર્ટ@ગુજરાત: કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન આગામી તારીખ 8 અને 9 એપ્રિલના રોજ યોજાશે.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન આગામી તારીખ 8 અને 9 એપ્રિલના રોજ અમદાવાદમાં યોજાશે. ત્રિ દિવસીય યોજાનાર આ કાર્યક્રમની શરૂઆત તારીખ 7મી એપ્રિલથી થશે. 7મી એપ્રિલની સાંજે 7 વાગ્યે સાબરમતી રિવરફ્રન્ટ પર સાંસ્કૃત્તિક કાર્યક્રમ યોજાશે. જેમાં દેશના જુદા-જુદા રાજ્યોને જોડતા એક સાંસ્કૃત્તિક કાર્યક્રમ મારફતે ભારતની ઝાંખી દેખાડાશે.
8મી એપ્રિલે સવારે 11 વાગ્યે શાહીબાગ સ્થિત સરદાર સ્મારક પર કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક મળશે. તે જ દિવસે સાંજે 5 વાગ્યે ગાંધીઆશ્રમમાં પ્રાર્થના સભા થશે.
કોંગ્રેસના સોનિયા ગાંધી, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિત કોંગ્રેસ વર્કિંગ કમિટીના તમામ મુખ્ય આગેવાનો ત્યાં હાજર રહેશે. 9મી એપ્રિલે સવારે 9:30 કલાકે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન સાબરમતી રિવરફ્રન્ટ પર શરૂ થશે.