રિપોર્ટ@મહેસાણા: લોકસભા બેઠકના ઉમેદવાર પુરષોતમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે ક્ષત્રિય સમાજે આવેદનપત્ર આપ્યું

વડનગરમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ

 
રિપોર્ટ@મહેસાણા: લોકસભા બેઠકના ઉમેદવાર પુરષોતમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે ક્ષત્રિય દરબાર સમાજે આવેદનપત્ર આપ્યું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર રૂપાલા હાલ વિરોધમાં છે. રૂપાલાએ કરેલી અભદ્ર ટિપ્પણીના કારણે આખા રાજ્યમાં વિરોધ જોવા મળી રહ્યો છે. રાજકોટના લોકસભા બેઠકના ઉમેદવાર પુરષોતમ રૂપાલાની ટિપ્પણી મામલે વિરોધ શાંત પડવાનું નામ નથી લઈ રહ્યો.

આ વિરોધનો સૂર મહેસાણા સહિત ઉત્તર ગુજરાતમાં જોવા મળી રહ્યો છે. પુરષોતમ રૂપાલા એ કરેલા વિવાદિત નિવેદનના કારણે ક્ષત્રિય સમાજ હાલમાં લાલઘૂમ જોવા મળી રહ્યો છે. ઠેર-ઠેર રૂપાલાનો વિરોધ કરી રહ્યા છે. ત્યારે મહેસાણાના વડનગરમાં પણ આજે ક્ષત્રીય સમાજે વિરોધ નોંધાવી વડનગર મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું.

પુરષોતમ રૂપાલાના વિવાદિત નિવેદનના પડઘા હવે મહેસાણા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં પણ જોવા મળી રહ્યા છે. મહેસાણા જિલ્લામાં વસવાટ કરતા ક્ષત્રિય સમાજના ગામોમાં રૂપલાનો વિરોધ કરી ભાજપના કાર્યકરો કે નેતાઓ માટે નો એન્ટ્રી ના બોર્ડ લગાવી વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ વિરોધ હજુ યથાવત જોવા મળી રહ્યો છે. જેમાં આજે વડનગરના ક્ષત્રિય દરબાર સમાજે તોરણીયા વડ થી રેલી સ્વરૂપે મામલતદાર કચેરી પહોંચી પુરષોતમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો જોડાયા હતા. મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.