રિપોર્ટ@ગુજરાત: સોમનાથ મંદિર બાદનું સૌથી મોટું શિવલિંગ મહેસાણાના તરભના વાળીનાથ મંદિરમાં સ્થાપિત કરવામાં આવશે.
શિવયાત્રા 13 જાન્યુઆરીના દિવસે જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે
Jan 4, 2024, 19:30 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સોમનાથ મંદિર બાદનું સૌથી મોટું શિવલિંગ મહેસાણાના તરભના વાળીનાથ મંદિરમાં સ્થાપિત કરવામાં આવશે. સમસ્ત રબારી સમાજના આસ્થાના પ્રતિક સમા વાળીનાથ મહાદેવના નવા મંદિરનું નિર્માણ થઈ ગયું છે. આ શિવયાત્રા 13 જાન્યુઆરીના દિવસે જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે યાત્રાનું સમાપન કરવામાં આવશે.
મહત્વનું છે કે આ શિવયાત્રા 12 જ્યોતિર્લિંગ અને ચારધામની યાત્રા પૂર્ણ કરી લીધી છે. જ્યાં દરેક સમાજના લોકોએ યાત્રાનું ભાવભર્યું સ્વાગત કર્યું હતુ. તો 22 ફેબ્રુઆરીના રોજ વાળીનાથ મંદિર ખાતે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ યોજાશે.
જેમાં PM નરેન્દ્ર મોદી અને દેશના સાધુ-સંતોને આમંત્રણ અપાયું છે. આ મંદિરાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ લોકોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. મહત્વનું એ છે કે શિવલિંગને 12 જ્યોતિર્લિંગની યાત્રા કરાવીને પૂજા કરવામાં આવી છે.