રિપોર્ટ@વડોદરા: પાણીગેટ વિસ્તારમાં ગટરની અને કચરાની ખુબ જ સમસ્યા વધી
પાણીગેટમાં કચરાપેટી નહીં
Jun 10, 2024, 09:33 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હાલમાં ગટરના પાણી અને કચરાની સમસ્યાઓ ખુબજ વધી ગઈ છે. પાણીગેટ વિસ્તારમાં ગટરની અને કચરાની ખુબ જ સમસ્યા વધી ગઈ છે. અવાર-નવાર વિસ્તારમાં ગટર ઉભરાઈ જવાથી વિસ્તારમાં ગંદકી પારવાર વધી ગઈ છે.
રોગચાળો ફાટવાની પણ ભીતી સેવાઇ રહી છે. તો બીજી બાજુ વિસ્તારમાં કચરાપેટીઓ ન હોવાથી લોકો કચરો પણ જ્યા ત્યા રોડ પર નાંખે છે.
હાલમાં બકરી ઈદ આવી રહી છે જેથી સામાજીક કાર્યકર્તા ફારુક સોનીએ આ બાબતે કમિશનરને રજૂઆત કરી હતી કે, વહેલી તકે આ તમામ સમસ્યાઓનું નિરાકરણ કરવામાં આવે. મુસ્લીમ સમાજને પણ અપીલ કરવામાં આવી છે કે, તેઓ પણ સ્વચ્છતા રાખે.