રીપોર્ટ@અમદાવાદ: સાયન્સની સ્કૂલોમાં પ્રવેશ અંગેનો કાર્યક્રમ જાહેર,જાણો કઈ તારીખ સૂધી ફોર્મ ભરીને આપવાના રહેશે
- પ્રથમ પ્રવેશ યાદી 12મી જૂનના રોજ જાહેર કરવામાં આવશે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અમદાવાદ શહેર અને ગામ વિસ્તારની સ્કૂલોમાં ધોરણ.11 સાયન્સમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જે મુજબ વિદ્યાર્થીઓએ તા.10મી જૂન સુધીમાં શાળામાં જઈ પ્રવેશ ફોર્મ ભરી પરત કરી દેવાનું રહેશે.
દરેક સ્કૂલ પોતાના 25 વિદ્યાર્થીઓને પ્રવેશ આપી શકશે, જેનું મેરીટ મંગળવારના રોજ જાહેર કરવામાં આવશે. બાદમાં 12મી જૂનના રોજ પ્રથમ પ્રવેશ યાદી જાહેર કરાશે. મુખ્ય 3 વિષયો ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજીમાં મેળવેલા ગુણને ધ્યાને લઈને મેરિટ યાદી તૈયાર કરવામાં આવશે. ધોરણ-11 સાયન્સમાં એક વર્ગમાં 75 વિદ્યાર્થીઓને પ્રવેશ ફળવવામાં આવશે. ડીઈઓ કચેરીએ જાહેર કરેલા કાર્યક્રમ મુજબ દરેક સ્કૂલોએ પોતાના ઉત્તિર્ણ થયેલા વિદ્યાર્થીઓનું મેરિટ લિસ્ટ બનાવી 7 જૂનના રોજ સવારે 10 કલાકે શાળાના નોટિસ બોર્ડ પર જાહેર કરવાનું રહેશે. લઘુમતી સ્કૂલોએ પોતાની શાળાના 69 અને અન્ય સ્કૂલના 6 વિદ્યાર્થીઓ મળી કુલ 75 વિદ્યાર્થીઓની પ્રવેશ પ્રક્રિયા કરવાની રહેશે. શાળાકક્ષાએ પ્રવેશ કાર્યવાહી પુર્ણ થયા બાદ પ્રવેશ વંચિત તમામ કેટેગરીના વિદ્યાર્થીઓ માટે કેન્દ્રીય ભરતી પ્રક્રિયાના ફેર્મ 20 જૂન અને 21 જૂનના રોજ સરકારી કન્યા શાળા, રાયખડ ખાતે મેળવી પરત ભરીને આપવાના રહેશે. ત્યારબાદ પ્રવેશ વંચિત વિદ્યાર્થીઓની પ્રવેશ કાર્યવાહી 23 જૂના રોજ રાખવામાં આવશે. આમ, 23 જૂનના રોજ ધોરણ-11 સાયન્સની પ્રવેશ કાર્યવાહી પૂર્ણ થયેલી જાહેર કરવામાં આવશે.