રિપોર્ટ@અમદાવાદ: પ્રાચીન જૈન દેરાસરમાંથી મૂર્તિઓ હટાવી દેવાતા લોકોમાં રોષ ફેલાયો

શીલતમાં બિલ્ડરની સ્કીમનો વિકાસ થાય તે માટે ત્યાં મૂર્તિ લઈ જવામાં આવી હોવાનો આક્ષેપ કરાયો છે.
 
રિપોર્ટ@અમદાવાદ: પ્રાચીન જૈન દેરાસરમાંથી મૂર્તિઓ હટાવી દેવાતા લોકોમાં રોષ ફેલાયો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

અમદાવાદમાં  પ્રાચીન દેરાસરમાંથી મૂર્તિઓ હટાવી દેવાતા વિવાદ સર્જાયો હતો. અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં આવેલા પ્રાચીન જૈન દેરાસરમાંથી ટ્રસ્ટીઓએ રાતોરાત મૂર્તિઓ હટાવીને શીલજમાં લઈ જવાતા સ્થાનિક જૈન સમાજના લોકોમાં રોષ ફેલાયો છે .

મૂર્તિઓને પરત લાવવા માગ કરવામાં આવી છે. શીલતમાં બિલ્ડરની સ્કીમનો વિકાસ થાય તે માટે ત્યાં મૂર્તિ લઈ જવામાં આવી હોવાનો આક્ષેપ કરાયો છે.

રવિવારે રાત્રિના સમયે પણ જૈના સમાજના લોકો શીલજ પહોંચ્યા હતા અને વિરોધ નોંધાવ્યો હતો જો કે, પોલીસે પહોંચી મામલો થાળે પાડ્યો હતો. ભાજપના ધારાસભ્ય અમિત શાહે પણ કહ્યું છે કે, આ મૂર્તિઓ પૌરાણિક હોય તેને હટાવવી જોઈએ નહીં.