રીપોર્ટ@:ગુજરાતમાં ડ્રગ્સની હેરાફેરીમાં બાળકોના ઉપયોગ અંગે રાજ્ય સરકારે હાઇકોર્ટમાં રીપોર્ટ રજૂ કર્યો

અમદાવાદઃ રાજ્યમાં ડ્રગ્સની હેરાફેરીમાં બાળકોનો ઉપયોગ થતો હોવાને લઈને હાઈકોર્ટે અગાઉ સુઓમોટો પિટિશન દાખલ કરી હતી.
 
આદેશ@ગુજરાત: રેમડેસિવિર વિતરણ મુદ્દે પાટીલ, સરકાર અને કમિશનર જવાબ રજૂ કરો: હાઇકોર્ટ

        જેના પર આજે વધુ સુનવણી હાથ ધરવામાં આવી હતી. વર્ષ 2020થી 2022ની વચ્ચે NDPS એક્ટના કુલ 177 કેસ થયા છે તો 251 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. 5 જેટલા જુવેનાઇલ આરોપી હોવાનો પણ રાજ્ય સરકારે રિપોર્ટમાં ખૂલાસો કર્યો છે.આજની સુનવણીમાં SOGએ હાઇકોર્ટમાં સોગંદનામું દાખલ કર્યું હતું.

      ચેકિંગ હાથ ધરવાની હાઇકોર્ટને ખાતરી અપાઈ
       મીડિયામાં બાળકોનો ડ્રગ્સ પેડલર તરીકે ઉપયોગ થતો હોવાનો અહેવાલ પ્રકાશિત થયો હોવાના મુદ્દે પોલીસે ફરિયાદ નોંધીને આરોપીની ધરપકડ કરી હતી. આ ઉપરાંત પોલીસે કરેલા કાર્યોની વિગત હાઇકોર્ટમાં રજુ કરાઈ હતી. જેમાં સંદિગ્ધ વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરવાની હાઇકોર્ટને ખાતરી આપવામાં આવી છે. અત્યારે NDPS એક્ટ હેઠળ 20 તરૂણો સામે 18 જેટલા કેસ નોંધાયેલા છે. આવા બાળકોના પુનઃવસન માટે પણ રાજ્ય સરકાર યોગ્ય પગલા લઈ રહી હોવાનો રીપોર્ટ કોર્ટમાં રજૂ કરાયો છે.

            અમદાવાદ શહેરમાં ઈ-સિગરેટ અંગેના ચાર ગુનાઓ
          રાજ્ય સરકારે કોર્ટમાં માહિતી આપી છે કે, શાળા કોલેજની આસપાસ તમાકુ અને ડ્રગ્સનું દુષણ ડામવા માટે નિયમિત ચેકિંગ હાથ ધરાતું હોવાની રજૂઆત સરકારે કોર્ટ સમક્ષ કરી હતી. શાળા-કોલેજની આસપાસમાં તમાકુ અને અન્ય પ્રતિબંધિત વસ્તુઓના વેચાણ માટેની ડ્રાઇવમાં 2,609 જેટલા ગુનાઓ નોંધાયા હોવાનું સરકારે જણાવ્યું હતું. આવા કેસોમાં 3,92,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. અમદાવાદ શહેરમાં ઈ-સિગરેટ અંગેના ચાર ગુનાઓ નોંધાયા છે. જેમાં 3,266 જેટલી ઇ-સિગારેટ જપ્ત કરવામાં આવી છે. હાઇકોર્ટે આ બાળકોની ડ્રગ્સની તસ્કરી મુદ્દે કડક કાર્યવાહીના આદેશ સરકારને કર્યો છે. હવે આ મુદ્દે આગામી સુનાવણી 16 જૂને હાથ ધરાશે.