રિપોર્ટ@આણંદ: પૈસા લેનાર પરિવારને વ્યાજખોરે ગાળો બોલી ભયનો માહોલ સર્જાયો, લુખ્ખી દાદાગીરી

આણંદમાં વ્યાજખોરની લુખ્ખી દાદાગીરી
 
રિપોર્ટ@આણંદ: પૈસા લેનાર પરિવારને વ્યાજખોરે ગાળો બોલી ભયનો માહોલ સર્જાયો, લુખ્ખી દાદાગીરી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાં વ્યાજખોરોનો ત્રાસ ખુબજ વધી ગયા છે. ગુજરાતના અલગ અલગ શહેરોમાં અવારનવાર વ્યાજખોરોના આતંકની ફરિયાદો સામે આવતી રહે છે.

રાજ્યમાં વ્યાજખોરોના ત્રાસને ડામવા માટે થોડા સમય પહેલા તો પોલીસે અલગ અલગ જિલ્લામાં લોકદરબાર યોજી લોકોને નીડર બની ફરિયાદ નોંધાવવા અપીલ કરી હતી. તેની વચ્ચે પણ આણંદમાં એક વ્યાજખોરની લુખ્ખી દાદાગીરીના CCTV સામે આવ્યા છે.

તારાપુરમાં વ્યાજે પૈસા લેનાર પરિવારના ઘર પર રાત્રે પહોંચી વ્યાજખોરે ગાળો બોલી ભયનો માહોલ સર્જયો હતો. જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. આ મામલે ત્રણ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.