રિપોર્ટ@ગોંડલ: સગીર પર થયેલા હુમલાને કારણે પાટીદાર સમાજમાં ભારે આક્રોશ જોવા મળ્યો
આગેવાનોએ આરોપીઓનો જાહેર વરઘોડો કાઢી સરભરા કરવાની માગ કરી છે.
Mar 20, 2025, 19:22 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં હુમલાની અવાર-નવાર કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે.લોકો સામાન્ય બાબતે એકબીજા પર જીવલેણ હુમલા કરતા હોય છે. ગોંડલમાં સગીર પર થયેલા હુમલાના વિરોધમાં પાટીદાર સમાજે મોરચો માંડ્યો છે.
આગેવાનોએ આરોપીઓનો જાહેર વરઘોડો કાઢી સરભરા કરવાની માગ કરી છે. શનિવાર સુધીમાં પોલીસતંત્ર દ્વારા માગ પૂરી નહીં કરાય તો અડધો દિવસ ગોંડલ બંધનું એલાન કરવામાં આવશે.
સમાજના આગેવાન રાજેશ સખિયાએ પોલીસતંત્ર પર આક્ષેપ કરતાં કહ્યું હતું કે પોલીસના કારણે જ ગુંડાગીરી વધી છે.