રિપોર્ટ@ગુજરાત: કારમાં આ હાઈટેક ફિચર્સ તો તમારી પ્રાઈવસી મુકાઈ શકે છે જોખમમાં

બચવા માટે શું કરશો ઉપાય?
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ઓટો મોબાઈલ્સ કંપનીઓ ગ્રાહકોને કારમાં નવા નવા ફિચર્સ આપીને પોતાના લેટેસ્ટ મોડલ વેચી રહી છે, જે કોઈ પણ આ ફિચર્સનું નામ સાંભળે છે તે તેના પર ફિદા થઈ જાય છે પણ તમને એ જાણીને ઝટકો લાગશે કે આ હાઈટેક ફિચર્સ તમારી પ્રાઈવસી માટે પણ ખતરો બની શકે છે, તમે પણ વિચારશો કે તે કેવી રીતે?

થોડા સમય પહેલા એક રિપોર્ટ સામે આવ્યો હતો કે જેમાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે આજના આધુનિક જમાનામાં આ હાઈટેક ફિચર્સવાળી ગાડીઓ લોકોની દરેક એક્ટિવિટી પર નજર રાખે છે.

રિપોર્ટથી એ વાતની જાણકારી મળી હતી કે ટેસ્લા જેવી મોટી ઈલેક્ટ્રિક કાર બનાવતી કંપનીની ગાડીઓ લોકોની એક્ટિવિટીને ટ્રેક કરી ડેટા એકત્ર કરે છે અને પછી ડેટાને માર્કેટમાં વેચી દે છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે આ વાતની જાણકારી ફાયરફોક્સ વેબ બ્રાઉઝરવાળી કંપની મોઝિલાની એક સ્ટડીના થોડા સમય પહેલા જ જાણવા મળી હતી.

રિપોર્ટમાં જાણવા મળ્યુ કે ટેસ્લા જ નહીં, કાર બનાવતી કંપની કિયા, ફોક્સવેગન, રેનો, હોન્ડા, નિસાન, ટોયોટા જેવી બ્રાન્ડનું નામ પણ સામે આવ્યુ હતુ. એક મહત્વની વાત એ છે કે જે ગાડીઓનો અભ્યાસ કરવામાં આવ્યો હતો તે અમેરિકાની છે. ત્યારે એ કહેવુ યોગ્ય નથી કે ભારતીય બજારમાં વેચાતી ગાડીઓમાં પણ તમારી એક્ટિવિટી પર નજર રાખવામાં આવે છે.

શું તમે ક્યારેય વિચાર્યુ છે કે આખરે આ સમગ્ર ખેલ કેવી રીતે ચાલે છે? રિપોર્ટનું માનીએ તો ગાડીમાં આપેલા સેન્સર્સ, કેમેરા, માઈક્રોફોન, કનેક્ટેડ સર્વિસ જેવી વસ્તુઓ લોકોનો પ્રાઈવેટ ડેટા એકત્ર કરે છે.

બચવા માટે શું કરશો ઉપાય?

જો તમે પણ ઈચ્છો છો કે તમારો પણ ડેટા આ રીતે લીક ના થઈ જાય તો ગાડીમાં ક્યારેય પણ સિક્રેટ ચેટ ના કરો. આ સિવાય કાર ઈન્ફોટેનમેન્ટની સેટિંગમાં પરમિશન વગેરેને પણ ચેક કરી લો, કારણ કે ઘણી વખત કેટલાક સેટિંગ્સ એવા હોય છે, જે ઓડિયો રેકોર્ડ કરે છે.