રિપોર્ટ@સાણંદ: મકાનમાંથી રૂ.1 લાખની મતાની ચોરી કરી ચોર ફરાર

તસ્કરો ઘરમાં ચોરી કરી ફરાર થયા
 
રિપોર્ટ@સાણંદ: મકાનમાંથી રૂ.1 લાખની મતાની ચોરી કરી ચોર ફરાર 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલમાં ચોરી,લુંટફાટ, બળત્કાર અને મારામારીના ગુનાઓ ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી ચોરીના બનાવો સામે આવતા હોય છે.  સાણંદ શહેરના નળ સરોવર રોડ પર ફરી એક વખત ચોરીની ઘટના બની છે. સાણંદમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના એલ.આઈ.જી 3 ફ્લેટના સાતમા માળે પરિવારના સભ્યો ઘર બંધ કરી નોકરીએ ગયા તે દરમ્યાન ધોળાદિવસે ચોરે મકાનમાંથી રોકડ અને દાગીનાની રૂ.1 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થતાં સાણંદ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર સાણંદમાં એલ.આઇ જી-3 ફ્લેટના સાતમા માળે માં 23 વર્ષીય વિશાલભાઇ ચતુરભાઈ પરમાર પરિવાર સાથે રહે છે અને ખાનગી કંપનીમાં નોકરી કરે છે.

વિશાલભાઈ, સંજયભાઈ અને તેઓના બા હંસાબેન સવારે નોકરીએ ગયા હતા સાંજના આશરે છ કલાકે હંસાબેન ઘરે આવ્યા ત્યારે દરવાજો ખૂલ્લો છે હોવાની વિશાલભાઈને ફોન કરી જાણ કરેલ અને ઘરમાં તપાસ કરતાં બે રૂમો ખુલ્લા હતા અને તીજોરીનો સામાન વેર વિખેર પડેલ હતો. કોઈ અજાણ્યા ચોર ઇસમે ઘરના દરવાજાનુ લોક તોડી ઘરની અંદર પ્રવેશ કરી તિજોરીમા મુકેલા સોના ચાંદીના દાગી, રોકડ તેમજ સ્કૂટરની ચાવી મળી કુલ રૂ. 1 લાખની મતાની ચોરી કરી ફરાર થયો હોવાની જાણ થઈ હતી.

ઘરમાં ચોરી થયાની જાણ થતાં પરિવારના સભ્યો અને ફ્લેટમાંથી લોકો દોડી આવ્યા હતા. સાથે પોલીસને જાણ કરતાં સાણંદ પોલીસ ઘટના સ્થળે પહોચીને તપાસ હાથ ધરી હતી. બનાવ અંગે વિશાલભાઈએ સાણંદ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે પકડાઈ જવાની બીકે ચોરે પાડોસીનો ઘરનો દરવાજો બહારથી બંધ કરી દીધો હતો.