રિપોર્ટ@રાજકોટ: ATMમાં નવી તરકીબથી નાણા કાઢતા ચોર પોલીસની સંકજામાં

આ મોડેસ ઓપરેન્ડીથી કરતા ચોરી
 
રિપોર્ટ@રાજકોટ: ATMમાં નવી  તરકીબથી નાણા કાઢતા ચોર પોલીસની સંકજામાં 

અટલ સમાચાર ડોટ કો, ડેસ્ક 

ATMમાં નાણાં ઉપાડવા આવતાં બેંક ખાતેદારોને મદદ કરવાના બહાને પાસવર્ડ જાણી લેતી અને એટીએમ કાર્ડ બદલાવીને નાણાં ઉપાડી લેતી ટોળકી વિશે સાંભળ્યુ હશે.જો કે અમુક ભેજાબાજોએ એટીએમમાંથી ગ્રાહકના નાણાં ઉપાડી લેવા ખાસ પ્રકારની પ્લેટના આધારે નવી કરામત શરૂ કરી હતી. પોલીસે આ ટોળકીના બે આરોપીને ઝડપી લીધા છે.

એટીએમ મશીનને ગેસ કટરથી કાપીને અથવા મશીન તોડીને લાખો રૂપિયાની ચોરી કરતી અનેક ટોળકીઓ પણ પકડાઇ ચૂકી છે.

જો કે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે છેલ્લા ટૂંકાગાળામાં આ રીતે થયેલી ચોરી,ઠગાઇના પાંચ ગુનામાં સામેલ રાજસ્થાનના દિનેશ ભાટી અને બીરબલ ચૌહાણ નામના બે ભેજાબાજને ઝડપી લીધા છે. આ આરોપીઓની કરતૂતની વિગતો જાણીને પોલીસ અધિકારીઓ પણ દંગ રહી ગયા છે. આ શખ્સોએ રાજકોટના પાંચ ઉપરાંત મોરબી-ટંકારામાં બે એટીએમમાં ચોરી અથવા ચોરીનો પ્રયાસ કર્યો હતો.

આરોપીઓએ કરી ગુનાની કબુલાત

પોલીસ પુછપરછમાં આરોપીઓએ રાજકોટ શહેરમાં 4 તેમજ અંકલેશ્વરમાં મળી કુલ 5 ATM મશીનમાં ચોરી અને ચોરીના પ્રયાસ કર્યા હોવાની કબુલાત કરી છે. જયારે છેલ્લા એક મહિનામાં સુરત, રાજકોટ, વડોદરા, ટંકારા અને વાંકાનેરમાં મળી કુલ 17 ATMમાંથી ચોરી અને ચોરીનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યુ છે. જેમાં ચોરીમાં તેમને 18,800 રકમ ચોરી થયાની કબૂલાત આરોપીઓએ પોલીસ પુછપરછમાં આપી હતી.ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓ પાસેથી 30 હજારની રોકડ સહિત,પતરાની પ્લેટ,2 મોબાઈલ અને એક બાઈક મળી 70 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

રાજકોટમાં થોડાં સમય પહેલાં ત્રણ સ્થળે ATM તોડવાના પ્રયાસની ફરિયાદ નોંધાઇ હતી.જે પછી પોલીસે CCTV ફૂટેજના આધારે આરોપીઓ સુધી પહોંચવા કવાયત શરૂ કરી હતી.CCTV ફૂટેજના આધારે કરાયેલી તપાસમાં ભેજાબાજોની ટ્રિક જોવા મળી હતી.

બેલડી ATMમાં ઘૂસીને પ્રથમ પોતાના કાર્ડથી નાણાં વિડ્રો કરે છે. ત્યાર પછી ATMમાંથી જે સ્લોટમાંથી નાણાં બહાર નિકળે છે. ત્યાં સિફત પૂર્વક એક ખાસ પ્રકારની લાંબા હાથાવાળી પ્લેટ ફીટ કરી દેતા હતા. જેથી તેમના ગયા પછી જે કોઇ ગ્રાહક પોતાના ATM કાર્ડથી નાણાં ઉપાડે, ત્યારે ટ્રાન્ઝેકશન થાય,નાણાં બહાર નિકળે એ પ્રોસેસ પણ થાય,ટ્રાન્જેક્શન સક્સેસની સ્લીપ પણ મળે પરંતુ નાણાં મશીનમાંથી બહાર ન નીકળે અને ગઠિયાએ ફીટ કરેલી પ્લેટમાં જમા થાય.

ગ્રાહક મથામણ કરીને બહાર નિકળે એ પછી બન્ને ગઠિયા ફરી વખત એટીએમમાં જઇને મશીનમાં ફીટ કરેલી ખાસ પ્રકારની પ્લેટ (જમા થયેલી ચલણી નોટો સાથે) ડીસીમીસની મદદથી બહાર કાઢીને કસબ અજમાવતા હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી હતી.

આરોપીઓ પૈકી બલવીર ઉર્ફે બીરબલ વિરુધ્ધ 2017માં દુષ્કર્મ અને 2019માં ટ્રેકટર ચોરી અંગે રાજસ્થાનના અલગ અલગ બે પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાઈ ચુક્યા હોવાનું સામે આવ્યું છે. જયારે ગુનામાં સંડોવાયેલ અન્ય બે આરોપી બહાદુર અને સૂરજ ચૌહાણ નામના ફરાર શખ્સોની શોધખોળ હાથ ધરી છે.