વરસાદ@ગુજરાત: આ જન્માષ્ટમી લોકોને યાદ રહી જશે, અનેક શહેરોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ
આણંદના બોરસદમાં 10 ઈંચ નોંધાયો છે
Aug 26, 2024, 16:56 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં મેઘરાજાની જોરદાર બેટિંગ જોવા મળી રહી છે. મેઘરાજાની ટ્વેન્ટી ટ્વેન્ટી અંદામાં બેટિંગ જોવા મળી રહી છે. રાજ્યમાં સવારે 6 થી બપોરે 4 વાગ્યા સુધીમાં કુલ 229 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ આણંદના બોરસદમાં 10 ઈંચ નોંધાયો છે. રાજ્યના 32 તાલુકાઓ એવા છે કે જેમાં 4 ઈંચ કે તેથી વધુ વરસાદ નોંધાયો છે.
રાજ્યમાં જન્માષ્ટમીએ કૃષ્ણ જન્મોત્સવ પહેલા જ અનેક શહેરોમાં વરઆણંદના બોરસદમાં 10 ઈંચ નોંધાયો છેસેલા ધોધમાર વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. રાજ્યમાં ભારે વરસાદની આગાહીના પગલે જે જિલ્લાઓ અસરગ્રસ્ત છે તે જિલ્લાના કલેકટર અને મનપા કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે મુખ્યમંત્રીએ વીડિયો કોન્ફરન્સીંગના માધ્યમથી વાતચીત કરી હતી.