રિપોર્ટ@ગાંધીનગર: ફેસબુક પોસ્ટના વિવાદમાં સમજાવવા ગયેલા ટ્રસ્ટીઓને માર માર્યો અને જાનથી મારી નાખવાની ધમકી આપી

આરોપીઓને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલમાં મારા-મારી અને ધમકીના કેસ ખુબજ વધી ગયા છે. લોકો સામાન્ય બાબતે  ઝગડીને એક બીજાનો  જાનથી મારી નાખે છે. ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામે સુપ્રસિદ્ધ વરદાયની માતાનું મંદિર આવેલ છે. આ મંદિરના ટ્રસ્ટીઓ વિરુદ્ધ 4 માસ પહેલાં ફેસબુક પર આજ ગામના હર્ષદભાઈ ઉર્ફ લાલભાઈ ત્રિવેદી દ્વારા ફેસબુક પર પોસ્ટ કરવામાં આવી હતી. આ પોસ્ટ બાબતે વાતચીત કરવા ગઈકામે રાત્રે ફરિયાદી નીતિનભાઈ સોમનાથ પટેલ તેમજ વરદાયિની માતાજી મંદિર રૂપાલના અન્ય ટ્રસ્ટીઓ સાથે કલોલ એન કે ચોકમાં આવ્યા હતા.

જોથી આરોપી હર્ષ ઉર્ફે લાલભાઈ નવીનભાઈ ત્રિવેદી (મૂળ રહે. રૂપાલ, તા-જિ.ગાંધીનગર, હાલ રહે.કલોલ)ને નંદલાલ ચોક કલોલ ખાતે બોલાવવામાં આવ્યો હતો. જ્યાં આરોપી લાલભાઈ ત્રિવેદી તેમજ તેનો પુત્ર પરશુરામ લાલભાઈ ત્રિવેદી આવ્યા હતા. જ્યાં 4 માસ પહેલાં વરદાઈની માતાના મંદિરના ટ્રસ્ટીઓ વિરૂદ્ધ ફેસબુક પર કરવામાં આવેલી પોસ્ટ બાબતે આરોપીઓ સાથે વાતચીત કરી આરોપીઓને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.

જેથી આરોપીઓ ઉશકેરાઈ જઈને ફરિયાદી તેમજ તેમના સાથેના અન્ય લોકોને અપશબ્દો બોલી ફરિયાદી નીતીન પટેલ સાથે ઝપાઝપી કરી, ફેંટો મારી તેમજ પરશુરામ ત્રિવેદીએ ખુરશી વડે નીતીનભાઈ પટેલ તેમજ ગણપતસિંહ અમરસિંહ ચાવડા પર ખુરશી વડે હુમલો કરી ઇજાઓ પહોંચાડી હતી. સાથે જ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. જેથી ફરિયાદીએ કલોલ શહેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બનવાની હકીકત એવી છે કે, ગઈકાલે રાત્રે 10 .00 વાગે રૂપાલ વરદાયિની માતા મંદિર રૂપાલના ટ્રસ્ટીઓ વિરુદ્ધ ફેસબુક પર કરવામાં આવેલ પોસ્ટ મંદિરના ટ્રસ્ટીઓને ધ્યાને આવતા આ બાબતે ચર્ચા કરવા માટે રામાભાઇ ભીખાભાઈ પટેલ, ભરતભાઇ ડાહ્યાભાઈ પટેલ, શેલેશભાઈ નારણભાઈ પટેલ વિષ્ણુભાઈ કેશવલાલ પટેલ, ચાવડા ગણપતસિંહ અમરસિંહ તેમજ શુકલા વિપુલકુમાર મણીલાલ તેમજ જાદવ જિતેન્દ્રભાઈ આત્મારામ તેમજ અન્ય લોકો સાથે ફરિયાદી કલોલ એન કે ચોક આવ્યા હતા. તે સમય વરદાયિની મંદિરના સંચાલકો વિરુદ્ધ ફેસબુક પોસ્ટ કરનાર આરોપી લાલભાઈ ત્રિવેદી સાથે વાતચીત કરવા ગૌરાંગભાઈ નીતિનભાઈ શુકલાએ ફોન કરી એન કે ચોક કલોલ બોલાવ્યા હતા. તે સમય આરોપી લાલભાઈ ત્રિવેદીએ અને તેમનો પુત્ર પરશુરામ લાલભાઈ ત્રિવેદી બંને સાથે એન કે ચોક કલોલ આવ્યા હતા.

તે સમયે ફરિયાદી નીતીન સોમનાથ પટેલ અને અન્ય ટ્રસ્ટીઓએ વરદાયિની મંદિરના સંચાલકો વિરુદ્ધ 4 માસ પહેલાં તમે તમારા ફેસબુક એકાઉન્ટમાં કેમ પોસ્ટ કરી હતી. તેમ પૂછતા આરોપીઓ ઉશકેરઈ જઈને ફરિયાદી નીતીન પટેલ અને અન્ય ટ્રસ્ટીઓને અપશબેદો બોલી પ્લાસ્ટિકની ખુરશી વડે હુમલો કરી માથામાં ભાગે માર્યો હતો. આ સમય ફરિયાદીને બચાવવા વચ્ચે પડેલા ગણપતસિંહ અમરસિંહ ચાવડાને પણ આરોપી પરશુરામ ત્રિવેદીએ માથામાં ખુરશી મારી હતી. તેમજ હવે પછી આ બાબતે અમારી પાસે આવશો તો જાનથી મારી નાખશું તેવી ધમકી પણ આપી હોવાની ફરિયાદ કલોલ શહેર પોલીસ સ્ટેશને નોંધાવતા પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.