રિપોર્ટ@ખેડા: માતરના મહેલજમાં વીજકરંટ લાગતા 3 લોકોનાં મોત નીપજ્યા

3 લોકોનાં મોત નીપજ્યા 
 
રિપોર્ટ@ખેડા: માતરના મહેલજમાં વીજકરંટ લાગતા 3 લોકોનાં મોત નીપજ્યા 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અવાર-નવાર મોતની કેટલી ઘટનાઓ સામે આવતી હોય છે. ખેડાના માતરના મહેલજમાં વીજકરંટ લાગતા 3 લોકોનાં મોત થયાની ઘટના ઘટી છે.

ઝરમર વરસાદ વચ્ચે દુકાનનું શટર ખોલવા જતાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણને કાળ ભરખી ગયો છે. આ બનાવ સંદર્ભે માતર પોલીસે અપમૃત્યુની નોંધ કરવા કાર્યવાહી હાથ ધરી છે.