રિપોર્ટ@ભાવનગર: કુડા ચોકડી પાસેથી એસઓજીએ 3 ઈસમો અને 70.82 ગ્રામ ડ્રગ્સનો જથ્થો કબજે કર્યો

મેથાએમ્ફટામાઇન ડ્રગ્સની કિંમત 7 લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
 
રિપોર્ટ@ભાવનગર: કુડા ચોકડી પાસેથી એસઓજીએ 3 ઈસમો અને 70.82 ગ્રામ ડ્રગ્સનો જથ્થો કબજે કર્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલમાં ડ્રગ્સના કેસ ખુબજ વધી ગયા છે. રોજ કોઈને જગ્યાએ ડ્રગ્સના બનાવો સામે આવતા હોય છે. ભાવનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પોલીસની ટીમે શહેરમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમી આધારે ઘોઘા તાલુકાના કુડા ચોકડી પાસેથી ત્રણ ઈસમોને 70.82 ગ્રામ મેથાએમ્ફટામાઇન ડ્રગ્સની કિંમત 7 લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ગુજરાત સરકાર દ્વારા "નશામુક્ત ગુજરાત અભિયાન" સમગ્ર ગુજરાતમાં ચાલુ કરવામાં આવ્યું છે તે અંતર્ગત ભાવનગર જિલ્લામાં પણ નાર્કોટિક ડ્રગ્સની બંદીને સંપૂર્ણ નાબૂદ કરવા માટે ભાવનગર જિલ્લા પોલીસ રાજ્યમાંથી ચોરી છુપી ડ્રગ્સ લાવી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઈસમો પર વોચ ગોઠવવામાં આવી રહી છે અને ભાવનગરના યુવા ધનને નશા ના અંધકારમાં ધકેલવાની પ્રવૃત્તિ કરતા ઈસોમો કડક હાથે કામગીરી કરવા સૂચનો આપવામાં આવી છે, અને ભાવનગરમાં "NO DRUGS IN BHAVNAGAR" અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે.

સમગ્ર બનાવ કે અંગે એસઓજી કચેરી પાસેથી મળતી વિગતો અનુસાર ગત મોડી રાત્રે એસઓજી પોલીસની ટીમ ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલિંગમાં હોય એ દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે, ઘોઘા તાલુકાના કુડા ચોકડી પાસે થી ત્રણ શખ્સો ઈકબાલ જુમાભાઈ ચૌહાણ ઉ.મ.40 રહે. પ્રભુદાસ તળાવ સરકારી નિશાળ સામે શેરી નંબર 4, રાજેશ ભીખાભાઈ સોલંકી ઉ.વ.34 રહે.કુંભારવાડા મોતી તળાવ રોડ તથા જયેશ રાજેશભાઈ ગોહેલ ઉ.વ.24 રહે કુંભારવાડા મોતી તળાવ રોડ વાળા ઓ પાસેથી 70.82 ગ્રામ મેથાએમ્ફટામાઇન ડ્રગ્સની કિંમત 7,08,200 તથા ત્રણ મોબાઈલ કિં.રૂપિયા 15,000 સહિત કુલ કિં.રૂ.7,23,200 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. ત્રણ શખ્સોને ઝડપી લઈ NDPS એક્ટ હેઠળ ધરપકડ કરી ઘોઘા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવી આરોપી મુદ્દામાલ સોંપી વધુ તપાસ હાથ ધરી છે.