રિપોર્ટ@વડોદરા: ભરથાણા ટોલ પ્લાઝા પર ટોલ ટેક્સમાં વધારો કરાયો, જાણો વધુ વિગતે

ટોલદરમાં વધારાના કારણે અમદાવાદથી મુંબઈ જતા વાહનચાલકોએ હવે ભરથાણા ટોલનાકા પર વધુ ટોલ ચૂકવવાનો રહેશે.
 
રિપોર્ટ@વડોદરા: ભરથાણા ટોલ પ્લાઝા પર ટોલ ટેક્સમાં વધારો કરાયો, જાણો વધુ વિગતે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ભરથાણા ટોલ પ્લાઝા પર ટોલ ટેક્સમાં વધારો કરાયો છે. વડોદરાથી ભરૂચ જવા માટે હવે 50 રૂપિયાથી વધુ ચૂકવવા પડશે. શનિવારે ટોલટેક્સમાં ભાવ વધારાનો પરિપત્ર કરાયો છે. રવિવારે રાત્રે 12 વાગ્યા પછી કાર સહિતના તમામ વાહનોમાં ટોલટેક્સ વધારે ચૂકવવા પડશે. ટોલદરમાં વધારાના કારણે અમદાવાદથી મુંબઈ જતા વાહનચાલકોએ હવે ભરથાણા ટોલનાકા પર વધુ ટોલ ચૂકવવાનો રહેશે. ભરથાણા ટોલનાકા પર પહેલા કાર, જીપ અને વાનના 105 રૂપિયા લેવામાં આવતા.

તેની જગ્યાએ હવે આ વાહનના ચાલકોએ 155 ચૂકવવા પડશે. રિટર્ન ટોલ 230 રૂપિયા થશે, જ્યારે માસિક પાસના 5085 ચૂકવવાના રહેશે. LCV વાહનના ચાલકો પાસેથી અત્યાર સુધી 180 રૂપિયા વસૂલાતા હતા. તેની જગ્યાએ હવે 245 ચૂકવવાના રહેશે. રિટર્ન ટોલ 370 થશે અને માસિક પાસના 8215 રૂપિયા થશે.

બસ અને ટ્રકના ચાલકો પાસેથી અત્યાર સુધી સિંગલ સાઈડના 360 રૂપિયા વસૂલાતા, તેની જગ્યાએ હવે વધીને 515 ચૂકવવા પડશે. રિટર્ન લેવામાં આવે તો 775 ચૂકવવાના રહેશે. જ્યારે માસિક પાસના 17,210 ચૂકવવાના રહેશે.