રિપોર્ટ@ગુજરાત: રાજ્યમાં ચાંદીપુરા વાઇરસના કુલ કેસની સંખ્યા વધીને 101 થઈ, મૃત્યુઆંક 38એ પહોંચ્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં ચાંદીપુરા વાઈરસના કેસ દિવસે-દિવસે વધી રહ્યા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી નવો કેસ સામે આવે છે. રાજ્યમાં ચાંદીપુરા વાઇરસે હાહાકાર મચાવ્યો છે. ત્યારે હાલ રાજ્યમાં ચાંદીપુરા વાઇરસના કુલ કેસની સંખ્યા વધીને 101 થઈ છે, જ્યારે મૃત્યુઆંક 38એ પહોંચ્યો છે.
અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં હાલમાં ચાંદીપુરા વાઇરસના શંકાસ્પદ બે કેસ નોંધાયા છે, જેમાં સાણંદની 1 વર્ષની બાળકી તથા કડીની 6 વર્ષીય એક બાળકીને સારવાર આપવામાં આવી રહી છે. બંને બાળકીના સેમ્પલ ગાંધીનગર ખાતેની લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે.
જેમાં એક બાળકીના સેમ્પલ શનિવારે તથા અન્ય એક બાળકીના ગઈકાલે સેમ્પલ મોકલવામાં આવ્યા હતા. સોલા સિવિલ હોસ્પિટલના આસિસ્ટન્ટ આરએમઓ ડોક્ટર કિરણ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, બંને બાળકોની સ્થિતિ સ્થિર છે, પરંતુ ઓબ્ઝર્વેશન હેઠળ બંને બાળકોને સારવાર આપવામાં આવી રહી છે.