રિપોર્ટ@વઢવાણ: લીંબડી રેલવે સ્ટેશન સામે આવેલા શિવ-શક્તિનગરમાં બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા

 બંધ મકાનમાંથી રોકડ-દાગીનાની ચોરી

 
રિપોર્ટ@વઢવાણ: લીંબડી રેલવે સ્ટેશન સામે આવેલા શિવ-શક્તિનગરમાં બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા 

અટલ સમાચાર ડોટ કોમ,ડેસ્ક 

રાજ્યમાં ચોરીના બનાવો ખુબજ વધી ગયા છે. રોજ  કોઈને કોઈ જગ્યાએથી ચોરીનો બનાવ સામે આવતોજ હોય છે. લીંબડી રેલવે સ્ટેશન સામે આવેલા શિવ-શક્તિનગરમાં બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા. મકાનના રૂમનો નકૂચો તોડી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરી તસ્કરો ભાગી ગયા હતા. સાયલા તાલુકાના લોયા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા અને લીંબડી રેલવે સ્ટેશન સામે શિવ-શક્તિ નગરમાં રહેતા ગોવિંદભાઈ દાનાભાઈ દુલેરા પરિવાર સાથે માદરે વતન ચુડા તાલુકાના મોજીદડ ગામે ગયા હતા.

બીજા દિવસે ઘેર પરત ફરી જોયું તો તેમના મકાનના દરવાજાનો નકૂચો તૂટેલો હતો. રૂમ ખુલ્લો હતો. તિજોરીમાં રાખેલો સામાન વેરવિખેર પડ્યો હતો. તિજોરીમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી થઈ ગઈ હતી. બનાવ અંગે તેમણે લીંબડી પોલીસ મથકે જાણ કરી ફરિયાદ નોંધાવી હતી. પોલીસ અને હોમગાર્ડની નબળી કામગીરીને કારણે લીંબડીમાં વધી રહેલા ચોરીના બનાવોને લઈને લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. પોલીસ અને હોમગાર્ડ ટીમ પેટ્રોલિંગ કામગીરી વધારી ચોર ટોળકીને ઝડપી પાડે તેવી લોકો માંગ કરી રહ્યા છે.