રિપોર્ટ@સુરત: કોસંબા નજીક સિયાલજ પાટિયા પાસે ટ્રિપલ અકસ્માત સર્જાયો, 2 ગંભીર ઇજાગ્રસ્ત

ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
 
રિપોર્ટ@સુરત: કોસંબા નજીક સિયાલજ પાટિયા પાસે ટ્રિપલ અકસ્માત સર્જાયો, 2 ગંભીર ઇજાગ્રસ્ત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં ફરી એકવાર અકસ્માતની ઘટના સામે આવી છે. સુરત નેશનલ હાઇવે 48 પર કોસંબા નજીક સિયાલજ પાટિયા પાસે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં ગેસ બોટલ ભરેલા ટ્રકની પાછળ આઈશર ટ્રક અને ત્યારબાદ એક પિકઅપ ટેમ્પો અથડાયા હતા. અકસ્માતમાં આઈશર ટ્રક અને પિકઅપ ટેમ્પોના ચાલકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.

પ્રાથમિક માહિતી અનુસાર, કોસંબાથી કીમ ચારરસ્તા વચ્ચે સિયાલજ પાટિયા પાસે આગળ જઈ રહેલા એક ટ્રકે અચાનક બ્રેક મારતા પાછળ આવી રહેલા વાહનો તેની સાથે અથડાયા હતા. આ ટ્રક ગેસ બોટલોથી ભરેલો હતો.

આ અકસ્માતમાં આઈશર ટ્રકનો ચાલક અને પિકઅપ ટેમ્પોનો ચાલક ગંભીર રીતે ઘાયલ થયા હતા. પિકઅપ ટેમ્પાનું કેબિન દબાઈ જતાં તેનો ચાલક અંદર ફસાઈ ગયો હતો. ઘટનાસ્થળે હાજર રાહદારીઓએ ભારે જહેમત બાદ ફસાયેલા ટેમ્પો ચાલકને બહાર કાઢ્યો હતો. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.