રિપોર્ટ@જામનગર: બેંક એકાઉન્ટ ભાડે આપવાના રેકેટનો પર્દાફાશ થયો

જામનગર પોલીસે આવા 11 ખાતાઓ શોધીને ખાતેદારોને ઝડપી પાડ્યા છે. આ 11 ખાતામાં કુલ 4 કરોડ રૂપિયાના ટ્રાન્ઝેકશન થયા હોવાનું સામે આવ્યું છે
 
રિપોર્ટ@જામનગર: બેંક એકાઉન્ટ ભાડે આપવાના રેકેટનો પર્દાફાશ થયો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

જામનગરમાંથી બેંક એકાઉન્ટ ભાડે આપવાના રેકેટનો પર્દાફાશ થયો છે. સાયબર ગઠિયાઓ ઓનલાઈન ફ્રોડ કરી ફ્રોડના નાણાને થર્ડ પાર્ટી પાસેથી ભાડા પર રાખેલા બેંકએકાઉન્ટમાં ટ્રાન્સફર કરતા હતા. પોલીસે આવા 11 ખાતાઓ શોધીને ખાતેદારોને ઝડપી પાડ્યા છે.

ગુજરાત અને દેશભરમાં ઓનલાઈન વ્યવહાર વધવાની સાથે ઓનલાઈન ફ્રોડના બનાવોમાં પણ વધારો થયો છે. સાયબર ગઠિયાઓ અલગ અલગ રીતે લોકોને ખંખેરતા હોવાના બનાવો સામે આવતા રહે છે.

આ પ્રકારના સાયબર ગઠિયાઓ ઓનલાઈન ફ્રોડ કરી નાણાને જે બેંકખાતામાં ટ્રાન્સફર કરતા હોય છે તે ખાતા થર્ડ પાર્ટી પાસેથી ભાડા પર મેળવી ગુનામાં તેનો ઉપયોગ કરતા હોવાનો ઘટસ્ફોટ થયો છે.

જામનગર પોલીસે આવા 11 ખાતાઓ શોધીને ખાતેદારોને ઝડપી પાડ્યા છે. આ 11 ખાતામાં કુલ 4 કરોડ રૂપિયાના ટ્રાન્ઝેકશન થયા હોવાનું સામે આવ્યું છે. આ બનાવમાં અન્ય લોકોની પણ સંડોવણી ખુલતા પોલીસે તેઓની શોધખોળ હાથ ધરી છે.