રિપોર્ટ@ગુજરાત: રાજ્યના 102 તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો, જાણો વધુ વિગતે
રાજ્યમાં છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
Nov 1, 2025, 17:32 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આજે 4 વાગ્યા સુધીમાં 102 તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયો છે. અમદાવાદ શહેરના હાટકેશ્વર, ભાઈપુર, દૂધેશ્વર રોડ, દિલ્હી દરવાજા સહિતના વિસ્તારોમાં ઝરમર-ઝરમર વરસાદ વરસી રહ્યો છે. આજે સૌથી વધુ વરસાદ ધંધૂકામાં 2.48 ઈંચ વરસાદ નોંધાયો છે. મોડીરાતે રાજકોટ, ભાવનગર, અમરેલી સહિતના જિલ્લાઓમાં ખાબકેલા વરસાદથી ખેતરોમાં પાણી ભરેયેલા જોવા મળ્યું છે.
નદીઓ પણ ચોમાસાની માફક વહેતી થઈ છે. છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં કમોસમી વરસાદ ખાબક્યો છે. એમાં સૌથી વધુ અમરેલીના રાજુલામાં 3.46 ઈંચ તો સૌથી ઓછો અરવલ્લીના બાયડમાં 1 મિમી વરસાદ નોંધાયો છે.આગામી ત્રણ દિવસ રાજ્યમાં છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. પાંચમા દિવસથી, એટલે કે, 5 નવેમ્બરથી વરસાદની શક્યતા નહિવત્ જોવા મળશે.

