રિપોર્ટ@વડોદરા: 2 જૂથ વચ્ચે નજીવી બાબતે મારામારી થતા સામસામે ફરિયાદ નોધાઈ

6 લોકોએ પાઈપ-લાકડથી હુમલો કર્યો
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલમાં મારા-મારીના બનાવો ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી મારા-મારીના બનાવો સામે આવતા હોય છે.  નરસિંહપુરા ગામે બે ભરવાડ જૂથના પશુઓ ચરી રહ્યા હતા. આ દરમિયાન એક ભરવાડના પશુઓ કોર્પોરેશનના કર્મચારીઓ પકડી જવાના મુદ્દે તકરાર થઈ હતી. જેમાં લાકડીઓ અને ગેસની PVCની પાઇપ વડે હુમલો થતાં 14 લોકો વિરુદ્ધ સામ સામે હરણી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.


માહિતી અનુસાર શહેરના ન્યુ VIP રોડ પર સાઈદીપ નગર પાસે આવેલા નરસિંહપુરા ગામના કમલેશ લઘરા ભરવાડે હરણી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, હરણીના નરસિંહપુરા ગામના નાકા પાસે કૈલાસ મોટર ગેરેજ નજીક ગત બપોરે 2 વાગ્યે તેમના પશુ ચરી રહ્યા હતા. આ દરમિયાન અલ્પેશ અને મયુર ભરવાડના પશુ ત્યાં ચરતા હતા, ત્યારે કોર્પોરેશનના કર્મચારીઓ આવતા પોતાની ગાયોને અલ્પેશ અને મયુર ભગાડી ગયા હતા. જ્યારે કમલેશની ભેંસોને પકડી ગયા હતા. આ અંગે કમલેશના ભત્રીજા રવિ બંને ભરવાડને કહ્યું હતું કે, તમારા કારણે અમારી ભેંસો કોર્પોરેશનના કર્મચારી પકડી ગયા છે. આ મુદ્દે બંને વચ્ચે ઝઘડો થયો હતો તેથી ઉશ્કેરાઈને અલ્પેશ અને મયુરે મારામારી કરી હતી.


આ દરમિયાન અલ્પેશ અને મયુરની મદદે જેસિંગ, ભોપા, ભરત અને ગૌતમ આવી ગયા હતા. આ બધા ભેગા મળી છ જણાએ લાકડી અને ગેસની પીવીસી પાઇપ વડે હુમલો કર્યો હતો. જેમાં કમલેશ ઉપરાંત તેના ભત્રીજા રવિને પણ ઈજા થઈ હતી.


તો બીજી તરફ ખોડિયાર નગર ચાર રસ્તા પાસે સંતોષીનગરમાં રહેતા જેસીંગ ઉર્ફે જહા ખોડા ભરવાડે નોંધાવી હતી. તેમણે કહ્યું હતું કે, તારાપુર ખાતે મારે લગ્નમાં જવાનું હતું એટલે હું ઘરેથી સામે આવેલી વાળાની દુકાને દાઢી કરાવતો હતો, ત્યારે મારા દીકરા મયુરનો ફોન આવ્યો હતો કે એલ્પેશને નરસિંહપુરાના રહેતા અમર લઘરા ભરવાડ, મહેશ વજુ ભરવાડ અને વજુ ગોવિંદ ભરવાડે માર માર્યો છે. એટલે હું ત્યાં ગયો ત્યારે મારા દીકરાને મારી પત્ની ત્યાં હતા અને મેં કમલેશને સમજવાનો પ્રયત્ન કર્યો હતો, ત્યારે અમિત સહિતના લોકોએ અમારા પર લાકડી વડે હુમલો કર્યો હતો. હુમલાનું કારણ કોર્પોરેશનમાં કમલેશની ભેંસો પકડાયો હોવાનું જણાવ્યું હતું.


અલ્પેશ વિનુ ભરવાડ, મયુર જેસીંગ ભરવાડ, જેસીંગ ખોડા ભરવાડ, ભોપા ખોડા ભરવાડ, ભરત અજા ભરવાડ, ગૌતમ વિનુ ભરવાડ આ તમામ લોકો સંતોષીનગર તળાવ પાસેના રહેવાસી છે. કમલેશ લઘરા ભરવાડ, અમિત હામાં ભરવાડ, અમર લઘરા ભરવાડ, વજુ ગોવિંદ ભરવાડ, મહેશ વજુ ભરવાડ, રવિ હામાં ભરવાડ, લાખા મેપા ભરવાડ અને નગા મેપા ભરવાડના નામ સામે આવ્યા છે.