રિપોર્ટ@વડોદરા: ઓનલાઇન ટ્રેડિંગના નામે ઠગાઇ કરતી ગેંગના વધુ 3 આરોપીઓ પોલીસ સકંજામાં

રૂ.25 લાખ રોકડા, 2 SUV કાર, મોબાઈલ ચીજ વસ્તુઓ જપ્ત 
 
રિપોર્ટ@વડોદર: ઓનલાઇન ટ્રેડિંગના નામે ઠગાઇ કરતી ગેંગના વધુ 3 આરોપીઓ પોલીસ સકંજામાં 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

વડોદરામાં ઓનલાઇન ટ્રેડિંગના નામે ઠગાઇ કરતી ગેંગના વધુ ત્રણ આરોપીઓ પોલીસ સકંજામાં આવી ગયા છે. વડોદરા સાયબર ક્રાઇમ સેલે વધુ ત્રણ આરોપીઓને પકડી પાડ્યા છે. હવે આ કેસમાં કુલ 9 આરોપીઓ પકડાઇ ગયા છે. વધુ ત્રણ આરોપીઓ પાસેથી પોલીસે રૂ.25 લાખ રોકડા, 2 SUV કાર, મોબાઇ સહિતની ચીજ વસ્તુઓ જપ્ત કરી છે.

આરોપીઓ એક ખાસ મોડસ ઓપરેન્ડી સાથે કામ કરતા હતા. આરોપીઓ મહેસાણાના ખેતરોમાં જતા રહેતા હતા અને ત્યાંથી અલગ-અલગ મોબાઇલમાંથી ઓફિસ સમયમાં દરમિયાન ગ્રાહકોને ફોન કરતા હતા અને પોતે શેર એક્સપર્ટ હોવાનું કહી વિશ્વાસમાં લેતા હતા. તેઓ શેરબજારમાં રોકણ કરશે તો તેમને સારી કમાણી કરી આપવાની લાલચ પણ આપતા હતા.

જો કોઇ વ્યક્તિ રોકાણ માટે તૈયાર થઇ જાય તો તેને અન્ય આરોપીને સિનિયર મેનેજરની ઓળખ આપીને ફોન કરાવતા અને ગ્રાફિક્સ બતાવીને પણ આરોપીઓ ગ્રાહકોને વિશ્વાસમાં લેતા. જે તે ગ્રાહક રૂપિયાનું રોકણ કરે ત્યારબાદ ફોન બંધ થઇ જતો હતો. આ રીતે તેઓ ગ્રાહકોને જાળમાં ફસાવતા હતા. હાલ આ મામલે પોલીસે વધુ પૂછપરછ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.