રિપોર્ટ@વડોદરા: 9 મહિનાની બાળકીનું મોત નીપજ્યું, જાણો સમગ્ર ઘટના
બાળકીનો મૃતદેહ બોટમાં બહાર લાવાયો
Aug 27, 2024, 16:01 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. કેટલીક જ્ગ્યાએ તો પૂરની સ્થિતિ ઉભી થઇ છે. વડોદરા શહેરના વડસર ગામ પાસે આવેલી કાંસા રેસીડેન્સી સંપર્ક વિહોણી બની છે.
કાંસા રેસીડેન્સીની આસપાસ અને કાંસા રેસીડેન્સીની અંદર પાણી ફરી વળ્યા છે. વડોદરા ફાયર બ્રિગેડ દ્વારા કાંસા રેસીડેન્સીમાંથી લોકોને રેસ્ક્યુ પણ કરવામાં આવી રહ્યા છે. કાંસા રેસીડેન્સીમાં બીમાર 9 મહિનાની બાળકીનું મોત નીપજ્યું છે. ફાયર બ્રિગેડે બાળકીનો મૃતદેહ બોટમાં રેસ્ક્યૂ કરી બહાર લાવાયો છે.