રિપોર્ટ@વડોદરા: લાકડા કાપવા ગયેલી મહિલા ઉપર મગરે અચાનક હુમલો કર્યો

 મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઈ
 
રિપોર્ટ@વડોદરા: લાકડા કાપવા ગયેલી મહિલા ઉપર મગરે અચાનક  હુમલો કર્યો 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અવાર-નવાર કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે. વડોદરા શહેર નજીક દેણા ગામની સીમમાં લાકડા કાપવા ગયેલી મહિલા ઉપર મગરે હુમલો કરતા બંને પગે ઇજાગ્રસ્ત બની હતી. આ ઘટનાને લઇ મહિલાને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.


મળતી માહિતી મુજબ, વડોદરા શહેર નજીક આવેલ કોટાલી ગામ નવીનગરીમાં શાંતાબેન ખાતરભાઈ રાઠોડીયા ઘરમાં લાકડા ખતમ થઈ ગયા હતા. જેથી તેઓ બપોરેનાં સમયે શાંતાબેન રાઠોડિયા દેણા ગામની સીમા લાકડા કાપવા માટે ગઈ હતી. જ્યાં વિશ્વામિત્રીના કિનારે લાકડા કાપી રહી હતી. તે સમયે કિનારા ઉપર આવી પહોંચેલા મગરે શાંતાબેન રાઠોડિયા ઉપર હુમલો કર્યો હતો. આ હુમલામાં મહિલાને બંને પગે ઇજાઓ પોહચી હતી. જો કે, મગરના શિકારી હુમલામાં સદનસીબે શાંતાબેન રાઠોડિયાનો આબાદ બચાવ થયો હતો. પરંતુ મગરના હુમલામાં ઈજા પામેલા શાંતાબેનને તાત્કાલિક સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવમાં ઇજાગ્રસ્ત મહિલાની સ્થિતિ નાજુક હોવાનું સામે આવ્યું છે.


આ બનાવ સંદર્ભે હોસ્પિટલ તંત્ર દ્વારા હરણી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવતા અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. હાલ ઇજાગ્રસ્ત મહિલાની તબિયત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ સંદર્ભે ગામની સીમમાં મગરના હુમલાથી ભયનો માહોલ સર્જાયો છે.