રિપોર્ટ@વડોદરા: જીવનાં જોખમે એજન્સીના કામદારોએ નવરાત્રિનાં બેનરો લગાવ્યાં

આ કામગીરી દરમિયાન વીજ કરંટ લાગવો કે અન્ય કોઈ પ્રકારની દુર્ઘટના સર્જાય તો જવાબદારી કોની રહેશે?
 
રિપોર્ટ@વડોદરા: જીવના જોખમે એજન્સીના કામદારોએ નવરાત્રિનાં બેનરો લગાવ્યાં

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હવે થોડાજ દિવસમાં નવરાત્રિનો પવિત્ર તહેવાર આવી રહ્યો છે. દેશ ભરમાં આ તહેવાર ધામધૂમથી ઉજવાય છે. 9 દિવસ સુધી આ તહેવાર ઉજવાય છે અને લોકો મજા માણે છે. વડોદરા સહિત સમગ્ર દેશમાં નવરાત્રિ પર્વની ઉજવણી અંગેની તૈયારીઓ તડામાર ચાલી રહી છે. મીઠાના ભાવે કોર્પોરેશનના મેદાનો મેળવી કરોડોની કમાણી કરતા આયોજકો પોતાની જાહેરત કરવા માટે શહેરમાં થેક ઠેકાણે પોસ્ટર-બેનર લગાવવા એજન્સીઓને કામ સોંપતા હોય છે. ત્યારે આ એજન્સીના કર્મચારીઓ રાત્રિના સમયે 66 કેવી હાઈ ટેન્શન લાઈવ પર જાહેરાતના બેનારો લગાવતા હોવાનો વીડિયો કેમેરામાં કેદ થયો છે. પોતાના જીવના જોખમે કામદારોએ નવરાત્રિની જાહેરાત કરતા બેનારો લગાવી દેધા છે. ત્યારે અહીં સવાલ એ થાય છે કે, આ કામગીરી દરમિયાન વીજ કરંટ લાગવો કે અન્ય કોઈ પ્રકારની દુર્ઘટના સર્જાય તો જવાબદારી કોની રહેશે?

શહેરના સરદાર એસ્ટેટથી વૃંદાવન ચાર રસ્તા અને ત્યાંથી વાઘોડિયા ચોકડી તરફ જતી હાઈ ટેન્શન લાઇન પર ઠેર-ઠેર નવરાત્રિની જાહેરાતના પોસ્ટર અને બેનર લગાવી દેવામાં આવ્યા છે. જાહેરાતનું કામ કરતી એજન્સીના માણસો રાત્રિના સમયે પોતાના જીવના જોખમે બેનરો લગાવી રહ્યોનો વીડિયો દિવ્ય ભાસ્કરના કેમેરામાં કેદ થયો છે. આ કામગીરી દરમિયાન જો શોર્ટ સર્કિટ થાય તો નીચે કામ કરી રહેલા લોકોના મોત પણ થઈ શકે છે. ત્યારે આવી એજન્સીઓ સામે વીજ વિભાગ કાર્યવાહી કરશે છે કે કેમ? તે જોવાનું રહ્યું.

આ અંગે વીજ વિભાગના અધિકારી કે. એચ. રાઠોડે ટેલિફોનિક વાતચીમાં જણાવ્યું હતું કે, આ બાબતે અમે સૂચનાઓ લગાવીએ છીએ અને આ અંગેની જાહેરાત પણ આપતા હોઈએ છે. જે એજન્સીએ આ પોસ્ટર અને બેનર લગાવ્યા હશે, તેઓની સામે અમે કાર્યવાહી કરીશું. હાલમાં અમારાં કર્મચારીઓ આ બાબતે સ્થળ તપાસ કરી બાદમાં કાર્યવાહી કરીશું.

રાત્રિના જીવના જોખમે એજન્સીના માણસોએ વિશાળ બેનરો લગાવી દીધા.

વધુમાં આ બાબતે વડોદરા મહાનગરપાલિકાની જમીન મિલકત શાખાના અધિકારી વિક્રમ વસાવાએ જણાવ્યું હતું કે, કોર્પોરેશન દ્વારા કોર્પોરેશન હસ્તકના રોડ-રસ્તા અને જ્યાં બેનર લગાવી શકાય છે તે વિસ્તારમાં જ પરમિશન આપવામાં આવતી હોય છે. વીજ પુરવઠાની હાઈ ટેન્શન લાઇન પર લગાવેલા પોસ્ટર અને બેનર અંગે અમે અગાઉ પણ વીજ કંપનીના અધિકારી સાથે વાતચીત કરેલી છે. આવી પરમિશન અમે ક્યારે આપતા નથી. જવાબદાર સામે વીજ કંપની કાર્યવાહી કરી શકે.

અહીં સૌથી મોટો સવાલ એ છે કે, કોર્પોરેશનની પરવાનગી સિવાયની એનેક જગ્યાએ આવી એજન્સીઓ પોસ્ટર બેનર લગાવે છે અને તે ચાલતું રહે છે. પરંતુ વીજ કંપનીની 66 કેવી હાઈ ટેન્શન લાઈન પર ચડી જીવના જોખમે જાહેરાતનું વિશાળ બેનર લગાવવુ કેટલું યોગ્ય છે? આ બેનર લગાવનાર કામદારો માત્ર રોજ કમાઈને રોજ ખાનાર હોય છે. તેઓને માત્ર સૂચના આધારે કામગીરી કરવાની હોય છે.