રિપોર્ટ@વડોદરા: એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, એજન્સીઓ એલર્ટ
શહેરના વિવિધ ભીડભાડ વાળા વિસ્તારોમાં સતત એસઓજી ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડ દ્વારા સતત ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યુ છે.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં અવાર-નવાર કેટલાય ધમકી વારા કોલ, મેસેજ આવતા હોય છે. વડોદરામાં હાલમાં નવલી નવરાત્રિ પર્વની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. બીજી તરફ પોલીસ વિભાગ દ્વાર કોઈ અઇચ્છનીય બનાવ ન બને તે માટે શહેર પોલીસ સજ્જ છે.
શહેરના વિવિધ ભીડભાડ વાળા વિસ્તારોમાં સતત એસઓજી ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડ દ્વારા સતત ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યુ છે. ત્યારે વડોદરા હરણી ખાતે આવેલ એરપોર્ટને ઇ-મેઇલ દ્વારા ગર્ભિત બોમ્બથી ઉડાવવાની ધમકી આપતાં તપાસ એજન્સીઓ એલર્ટ બની છે.
ગત રોજ હરણી ખાતે આવેલા એરપોર્ટ પર સીઆઇએસએફના ઇ-મેઇલ એડ્રેસ પર એક શખસ દ્વારા ગર્ભિત ધમકી ભર્યો મેસેજ કરીને મેલ મોકલતા એરપોર્ટ ઓથોરિટી અને પોલીસ સહિતની વિવિધ ટીમો એક્શનમાં આવી ગઈ હતી અને એરપોર્ટ સંકુલમાં બંદોબસ્ત ગોઠવી દીધો હતો.
આ માહિતી મળતાની સાથે જ ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળ પર દોડી આવ્યા હતા અને બોમ્બ અને ડોગ સ્ક્વોડ દ્વારા ટર્મિનલ સહિતના વિસ્તારમાં ચેકિંગ કરાયું હતું. પરંતુ કોઈ શંકાસ્પદ પદાર્થ કે વસ્તુ મળી આવી ન હતી.