રિપોર્ટ@વડોદરા: અમેરિકન બાળકીને સિક્યોરિટીએ ગરબામાંથી હાથ પકડી બહાર કાઢી, એમ્બેસીમાં ફરિયાદ

આ બનાવ અંગે રાવપુરા પોલીસે કોઈ કાર્યવાહી ન કરતા બાળકીના પિતાએ અમેરિકન એમ્બેસીમાં ફરિયાદ કરી છે.
 
રિપોર્ટ@વડોદરા: અમેરિકન બાળકીને સિક્યોરિટીએ ગરબામાંથી હાથ પકડી બહાર કાઢી, એમ્બેસીમાં ફરિયાદ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલમાં નવરાત્રીનો પવિત્ર તહેવાર ચાલી રહ્યો છે. લોકો ધૂમધામથી આ તહેવારની ઉજવણી કરી રહ્યા છે. વડોદરામાં લક્ષ્મી વિલાસ પેલેસ ગરબામાં માતા-પિતા સાથે ગરબે ઘૂમતી 8 વર્ષની અમેરિકન સિટીઝનશીપ ધરાવતી બાળકીને સિક્યોરિટી જવાનોએ હાથ પકડીને બહાર કાઢતા વિવાદ થયો છે.

સિક્યોરિટીએ કરેલી ઝપાઝપીમાં બાળકીને ઈજા પહોંચતા સયાજી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. આ બનાવ અંગે રાવપુરા પોલીસે કોઈ કાર્યવાહી ન કરતા બાળકીના પિતાએ અમેરિકન એમ્બેસીમાં ફરિયાદ કરી છે.

દીકરી સાથે થયેલા આ વ્યવહાર અંગે ભાવુક થઈ પિતાએ જણાવ્યું હતું કે, મારી દીકરી એટલી ગભરાઇ ગઇ છે કે, તે હવે ગરબા રમવા માટે તૈયાર નથી. LVPના ગરબા કાયમી ધોરણે બંધ થવા જોઈએ.