રિપોર્ટ@વડોદરા: સફેદ ચાદરમાં દીકરાને લપેટાયેલો જોઈ પરિવારનું આક્રંદ, જાણો વધુ વિગતે
પોતાના સંતાનને મૃત હાલતમાં સફેદ ચાદરથી લપેટાયેલી હાલતમાં આવતો જોઈ પરિવારમાં રોકકળ મચી ગઇ હતી.
Nov 19, 2024, 18:59 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
કુખ્યાત બિચ્છુ ગેંગના સાગરીત અને પોતાની ધાક જમાવવા ખુલ્લેઆમ દાદાગીરી કરતા બાબર પઠાણે વડોદરા શહેરના ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની સયાજી હોસ્પિટલમાં હત્યા કરી દીધી હતી.
નિર્દોષ તપનની હત્યા થયાના ગણતરીના કલાકોમાં જ પોલીસે આરોપી બાબર પઠાણ સહિતના પાંચ આરોપીને દબોચી લઈ કાયદાનું ભાન કરાવ્યું હતું. પરિવાર મૃતકને ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કર્યો હતો, પરંતુ આજે આખરે પરિવારે મૃતદેહનો સ્વીકાર કરતાં તપનના મૃતદેહને સયાજી હોસ્પિટલથી ઘરે લઈ જવાયો હતો.
પોતાના સંતાનને મૃત હાલતમાં સફેદ ચાદરથી લપેટાયેલી હાલતમાં આવતો જોઈ પરિવારમાં રોકકળ મચી ગઇ હતી.