રિપોર્ટ@વડોદરા: હિટ એન્ડ રન ઘટનાસ્થળે લોહીનું ખોબોચિયું ભરાયું, જાણો સમગ્ર ઘટના
આ યુવકની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
Oct 21, 2025, 12:12 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
વડોદરાના કુંભારવાડા વિસ્તારમાં હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે. શહેરના ફતેપુરા ચાર રસ્તાથી ભાંડવાળા તરફ જતા એક અકસ્માત થયો છે. આ અકસ્માતમાં યુવક એક્સેસ મોપેડ લઈને જતો હતો ત્યારે ફોર વ્હીલર ચાલક તેને ટક્કર મારી ફરાર થઈ ગયો હતો. ત્યાર બાદ આસપાસના લોકોએ દોડી આવી લોહી લુહાણ હાલતમાં ગંભીર યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યો હતો. આ યુવકની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે કુંભારવાડા પોલીસે અજાણ્યા કાર ચાલક સામે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
શહેરમાં અવારનવાર અકસ્માતના બનાવો સામે આવી રહ્યા છે. છેલ્લા એક અઠવાડિયામાં ચાર લોકોના અકસ્માતમાં મોત થઈ ચૂક્યા છે. ફતેપુરા વિસ્તારમાં આવેલા ભાંડવાળા માળી મહોલ્લામાં રહેતો નૂર અહેમદ સહીમખાન પઠાણ પાદરા પોતાની કપડાની દુકાનમાંથી ઘરે જતો હતો ત્યારે આ ઘટના બની હતી.

