રિપોર્ટ@વડોદરા: દુષ્કર્મ પીડિતાએ ફાંસો ખાઈ આત્મહત્યા હરી, જાણો વધુ વિગતે
19 ફેબ્રુઆરીએ કોર્ટમાં જુબાની આપીને આવ્યા બાદથી પીડિતા ડિપ્રેશનમાં રહેતી હતી.
Feb 26, 2025, 19:37 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં આત્મહત્યાના ગુનાઓ ખુબજ વધી ગયા છે. ફરી એકવાર આત્મહત્યાની ઘટના સામે આવી છે. શહેર નજીક પોર આંબાવાડીમાં રહેતા આદિવાસી પરિવારની દુષ્કર્મ પીડિત સગીરાએ આંબાના ઝાડ પર પ્લાસ્ટિકની દોરીથી ફાંસો ખાઇ જીવન ટૂંકાવી લેતાં સનસનાટી મચી ગઇ છે.
આરોપી પિતરાઇ ભાઇની હવસનો ભોગ બનેલી સગીરા 19, ફેબ્રુઆરીના રોજ કોર્ટમાં જુબાની આપવા ગઇ હતી. ત્યાર પછીથી તે ડિપ્રેશનમાં રહેતી હતી. આપઘાત કરનાર પીડિતાના પિતાએ ટેલિફોનિક વાતચીતમાં રડતાં રડતાં જણાવ્યું હતું કે આરોપીનાં પરિવારજનો દીકરીને કેસ પરત ખેંચી લેવા માટે ધમકી આપતાં હતાં.
આજે અમારા વતનમાં મેં મારા હાથે દીકરીના અંતિમસંસ્કાર કર્યા છે. હવે દીકરીને ન્યાય મળે એની રાહ જોવાની છે.