રિપોર્ટ@વડોદરા: વિશ્વામિત્રી નદી ભયજનક સપાટીથી 9 ફૂટ ઉપર, જાણો વધુ વિગતે

 19 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો

 
વરસાદ અપડેટ 3

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

લાબા સમય વિરામ બાદ રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. કેટલીક જગ્યાએ પૂરની સ્થતિ સર્જાઈ છે. વડોદરા જિલ્લામાં અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે વડોદરા શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે.

વડોદરા કાલાઘોડા ખાતે વિશ્વામિત્રી નદી તેની ભયજનક સપાટી 26 ફૂટથી 9 ફૂટ વધુ એટલે કે 35.25 ફૂટે પહોંચી જતા તંત્ર દ્વારા તમામ બ્રિજો બંધ કરી દેવામાં આવ્યા છે. વિશ્વામિત્રીની આસપાસમાં આવેલી તમામ સોસાયટીઓ અને વિસ્તારો પાણીમાં ગરકાવ થઇ જતા અનેક લોકો ફસાયા છે.

ફાયર બ્રિગેડ અને બચાવ ટુકડીઓ દ્વારા બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. અત્યાર સુધીમાં 3500 ઉપરાંત લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. કુદરતના કહેર સામે તંત્ર લાચાર બન્યું છે. જોકે, સામાજિક સંસ્થાઓ મદદે પહોંચી છે.