રિપોર્ટ@વડોદરા: મહિલાઓ પોતાના વાળ સારા રહે તે માટે અલગ અલગ નુસખા અપનાવતી હોય છે,આ ઉપાય તમને આપશે સુંદર વાળ

 15 હજારથી લઈને 30,000 સુધીના હેર એક્સટેન્શનના ભાવ
 
વડોદરા:

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સ્ત્રીનું સૌથી મોંઘુ ઘરેણું જો કોઈ હોય તો એ વાળ છે. વાળ દ્વારા સ્ત્રીઓની સુંદરતા નિખરી આવે છે. દરેક મહિલાઓ પોતાના વાળ સારા રહે તે માટે અલગ અલગ નુસખા અપનાવતી હોય છે. હવે દિવાળી આવી રહી છે. જેને લઈ મહિલાઓ પોતાના વાળને સુંદર બનાવવા હજારોનો ખર્ચ કરે છે.તે જ રીતે વડોદરામાં નવી સ્ટાઈલના હેર એક્સટેન્શન ખૂબ જ ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યા છે.

વડોદરા શહેરમાં હાલ મહિલાઓ હેર એક્સ્ટેન્શન કરાવી રહી છે. હેર એક્સ્ટેન્શન મુખ્યત્વે તેવી મહિલાઓ કરાવે છે જે, મહિલાઓના વાળ સામાન્ય કરતા ઓછા હોય છે.અથવા જે મહિલાઓના વાળનો ગ્રોથ ન હોય, વાળની લંબાઈ ના હોય, તો એના માટે ખાસ હેર એક્સ્ટેન્શન થકી વાળની લંબાઈ વધારે છે.જેથી વાળનો ગ્રોથ અને લેંથ બંને દેખાય. હેર એક્સટેન્શન 3 થી 4 પ્રકારના હોય છે જેમ કે, ક્લિપ વાળા, ગ્લુ વાળા, કેરેટીન ગ્લુ, ઇટાલિયન ગ્લુ, નેનો અને માઇક્રો રિંગ, વેગેરે. જેમાં સૌથી વધારે કેરેટીન ગ્લુ હેર એક્સટેન્શન લોકો કરાવતા હોય છે.

વડોદરા શહેરની હેર સ્ટાઇલિશ સોની ગોસાઈએ જણાવ્યું હતું કે, મુખ્યત્વે જે મહિલાઓના વાળ ખરતા હોય અથવા તો ઓછા થઈ ગયા હોય તેવી મહિલાઓને હેર એક્સ્ટેન્શન કરવામાં આવે છે.અથવા વાળનો ગ્રોથ કેવા પ્રકારનો છે. અને ત્યારબાદ વાળની મજબૂતાઈ જોયા બાદ 22 ઇંચના કે 24 ઇંચના વાળ હેર એક્સટેન્શન કરી શકે તે નક્કી કરવામાં આવતું હોય છે. હેર એક્સટેન્શન કરતા એક દિવસ લાગતો હોય છે. હેર એક્સટેન્શન દિલ્હી, મુંબઈ અને કલકત્તાથી મંગાવવા પડે છે.

હેર એક્સટેન્શન હાલ ખૂબ જ ટ્રેન્ડમાં છે. ત્રણ વર્ષની અંદર 100થી વધુ લોકોને સોનીબેને હેર એક્સટેન્શન કરી આપેલા છે. હેર એક્સટેન્શન કરાવ્યા બાદ હેર કલર પણ કરી શકાય છે. તથા હાઈલાઈટ, કર્લ્સ, સ્ટ્રેટનિંગ, સ્મુથનીંગ, વગેરે જેવી સ્ટાઈલો આપણે ઓરીજનલ વાળમાં કરતા હોય, એવી જ રીતે આ હેર એક્સટેન્શનમાં પણ કરી શકાય છે. હવે તો તમામ ઉંમરની છોકરીઓ હેર એક્સટેન્શન કરાવતી હોય છે. ઉલ્લેખનીય છે કે, 75 વર્ષના દાદી પણ હેર એક્સટેન્શન કરાવતા હોય છે. કેન્સર, ટાઈફોડ વગેરે જેવી બીમારીઓમાં જ્યારે વાળ જતા રહે અથવા તો ઓછા થઈ જાય એવા દર્દીઓ પણ હેર એક્સટેન્શન કરાવતા હોય છે.

પુરુષોની વાત કરીએ તો પુરુષોમાં હેર એક્સટેન્શન નથી હોતું. પરંતુ હેર પેચ કરી શકાય છે. જે પુરુષોને વાળ ન હોય તો એ જગ્યા પર હેર પેચ કરી આપવામાં આવતું હોય છે. પરંતુ હાલમાં તો મોડેલિંગ કરતા પુરુષો વાળની લંબાઈ વધારવા માટે હેર એક્સટેન્શન કરતા હોય છે. વાળની લંબાઈ પ્રમાણે ભાવ નક્કી થતા હોય છે. 15 હજારથી લઈને 30,000 સુધીના હેર એક્સટેન્શનના ભાવ હોય છે.

વાળ એક્સટેન્સન કરાવનાર 58 વર્ષીય શ્રુતિબેન વ્યાસે જણાવ્યું હતું કે, હેર એક્સટેન્શન કરાવ્યા બાદ મને ખૂબ ખુશી થાય છે અને એક કોન્ફિડન્સ અનુભવું છું તથા જાણે મારી જુવાની પાછી આવી ગઈ હોય એવું લાગે છે.આગામી સમયમાં  મારા જેટલા શોખ અધૂરા રહી ગયા હતા તે આ વાળ દ્વારા અલગ અલગ હેર સ્ટાઈલ કરાવીને હું પૂરા કરીશ.