રિપોર્ટ@વડોદરા: માઝાની બોટલમાંથી મકોડા નીકળ્યાં, જાણો સમગ્ર ઘટના એકજ ક્લિકે

મૃત મકોડા નીકળ્યાં હતા
 
રિપોર્ટ@વડોદરા: માઝા કોલ્ડ્રિંકમાંથી  મકોડા નીકળ્યાં, જાણો સમગ્ર ઘટના એકજ ક્લિકે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં હાલ ખાવાની અને પીવાની ચીજવસ્તુમાંથી અવાર-નવર જીવાત નિકળવાની ઘટનાઓ સામે આવી રહી છે . ફરી એકવાર જીવાત નિકળવાની ઘટના સામે આવી છે. વડોદરામાં માઝા કોલ્ડ્રિંકમાંથી મકોડા નીકળ્યાં . ર પરિવાર જાણીતી મહાકાળી સેવઉસળ ખાવા ગયા હતા અને સેવઉસળ સાથે માઝા કોલ્ડ્રિંક મંગાવ્યું હતું.

આ માઝાની બોટલના તળિયે મૃત મકોડા નીકળ્યાં હતા. આ અંગે ફરિયાદ કરતાં આઉટલેટ તરફથી ઉડાઉ જવાબ આપીને ઢાંકવાનો પ્રયાસ કરાયો હતો.