રિપોર્ટ@વલસાડ: ફ્રોડમાં ફસાય તો તાત્કાલિક જાણ કરો, ફરિયાદ મળતા એક વર્ષમાં 1.30 કરોડ રૂપિયા લોકોને પરત અપાવવામાં પોલીસને સફળતા મેળવી
એક વર્ષમાં 1.30 કરોડ રૂપિયા લોકોને પરત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં ચોરીના ગુનાઓ ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી ચોરીના બનાવો સામે આવતા હોય છે. વલસાડ જિલ્લાના લોકો સાઇબર ક્રાઇમની ઘટનાનો ભોગ ન બને તે માટે પોલીસ વિભાગ દ્વારા સોશ્યલ મીડિયા ઉપ4 વારંવાર પ્રચાર કરવામાં આવે છે. હાલમાં વિવિધ રીતે સોશ્યલ મીડિયા ફ્રોડ કરવામાં આવી રહ્યું છે. સાઇબર ક્રાઇમનો ભોગ બનનાર લોકોને જાણ થાય ત્યારે તાત્કાલિક 1930 ઉપર કોલ કરી સમગ્ર ઘટનાની જાણ કરવા અપીલ કરવામાં આવી હતી. સાથે છેલ્લા 1 વર્ષમાં વલસાડ જિલ્લામાં સાઇબર ક્રાઇમમાં સમયસર થયેલી ફરિયાદના આધારે કુલ 1.30 કરોડ રૂપિયા વલસાડ જિલ્લાના લોકોના બચાવવામાં સફળતા મળી હતી. વલસાડ જિલ્લા SPએ વલસાડ જિલ્લાના લોકોને સાઇબર ક્રાઇમની વધતી જતી ઘટનાઓ સામે એલર્ટ કર્યા હતા.
સ્માર્ટ ફોનનો ઉપયોગ વધવાથી સાઇબર ક્રાઇમની ઘટનાઓ પણ દિવસે દિવસે વધી રહી છે. સાઇબર ક્રાઈમ ફ્રોડ હાઈટેક આઈડિયાઓનો ઉપયોગ કરતા હોય છે. જેમાં બેંકનો ATM કે ક્રેડિટ કાર્ડ બ્લોક થઈ જશે. જેને બચાવવા KYC કરવું જરૂરી જણાવી લોકો પાસેથી ATM અને ક્રેડિટ કાર્ડની જરૂરી ડિટેલ મેળવી OTP નંબર મેળવી બેંકના ખાતેદારનું એકાઉન્ટ ખાલી કરી નાખતા હોય છે. તાજેતરમાં સોશ્યલ મીડિયાનો ક્રેઝ વધવાથી સોશ્યલ મીડિયા એકાઉન્ટ ઉપર અજાણી લિંક મોકલાવી લિંક ખોલવાથી ફોનમાં રહેલા કોન્ટેક, ફોટા અને વીડિયો સહિત સોશ્યલ મીડિયા ID પાસવર્ડ મેળવી સોશ્યલ મીડિયા એકાઉન્ટ હેક કરતા હોય છે. સોશ્યલ મીડિયાના માધ્યમથી તેમના તેમના ફ્રેન્ડ પાસેથી રૂપિયાની મદદ માંગી છેતરપિંડી આચરતા હોય છે. સાથે ન્યૂડ વિડીયો બતાવી બ્લેકમેલિંગ કરતા હોવાની ઘટનાઓ વધતા વલસાડ જિલ્લાની જનતાને જાગૃત કારવસ વલસાડ SPએ એક પત્રકાર પરિસદયોજી મીડિયાના માધ્યમથી લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
સાથે કોઈપણ વ્યક્તિ સાઇબર ક્રાઇમનો ભોગ બન્યા હોય તો તાત્કાલિક સાઇબર ક્રાઈમ હેલ્પલાઇન ન. 1930 ઉપર ફોન કરી જરૂરી જાણકારી આપવાથી તમે ગુમાવેલા રૂપિયા પરત મેળવી શકાય છે. વલસાડ જિલ્લા પોલીસે છેલ્લા 1 વર્ષમાં વલસાડ જિલ્લામાંથી સાઇબર ક્રાઇમનો ભોગ બનેલા લોકોએ સમયસર જાણકારી આપતા કુલ 1 30 કરોડ થી વધુ રૂપિયા બચાવવામાં વલસાડ જિલ્લા સાઈબર ક્રાઇમની ટીમને સફળતા મળી છે. જેથી વલસાડ જિલ્લા સહિત દેશના તમામ લોકોને જો સાઇબર ક્રાઇમનો ભોગ બનનાર તમામ લોકોને પ્રથન 1 કલાકમાં 1930 ઉપર ફોન કરી જરૂરી જાણકારી આપવા અનુરોધ કર્યો છે.