રીપોર્ટ@વલસાડ: 6 વર્ષની બાળકીના મૃતદેહનો ભેદ ઉકેલાયો,આરોપીની પોલીસે ધરપકડ કરી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
વાપીના ડુંગરા વિસ્તારના ડુંગરી ફળિયામાં રહેતી 6 વર્ષની બાળકીને અજાણ્યો ઈસમ અપહરણ કરી ગયો હોવાની ઘટના બની હતી. આ ઘટનાની જાણ થતાં જિલ્લામાં પોલીસે નાકાબંધી હાથ ધરી આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. આજુબાજુના વિસ્તારના CCTV ફૂટેજ ચેક કરતા ખાડી કિનારે ઘાસના મેદાન તરફ આરોપી બાળકીને લઈને જતા જોવા મળ્યો હતો.
બાળકીનું PM કરાવતા પ્રાથમિક રિપોર્ટમાં દુષ્કર્મ થયું હોવાનું સામે આવ્યું હતું. વલસાડ LCB, SOG, ડુંગરા પોલીસ સહિત 50 પોલીસ જવાનોની ટીમે તપાસ હાથ ધરી હતી. જેમાં એક શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરી તેનું મેડિકલ કરાવી આગળની તપાસ હાથ ધરી છે. આરોપી મૂળ યુપીનો રહેવાસી અને મહારાષ્ટ્રના સતારામાં રહેતો અને 7 વર્ષથી વાપી ખાતે રહેતો હતો. આરોપી છેલ્લા 5 દિવસ થી છોકરીના સંપર્કમાં હતો આરોપીની ફેમેલી યુપી ગઈ હોવાથી તે ઘણા દિવસોથી વાપી ખાતે એકલો રહેતો હતો.
પ્રાથમિક PM રિપોર્ટમાં માં બાળકી ઉપર દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું હતું. ડુંગરા પોલીસે દુષ્કર્મ અને હત્યાની કલમ ઉમેરી આગળની તપાસ હાથ ધરી હતી. વલસાડ LCBની ટીમે ડુંગરા વિસ્તારમાં LCB, SOG અને ડુંગરા પોલીસની ટીમે સહિત જિલ્લા પોલીસની ટીમે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જે દરમ્યાન બુલેટ ટ્રેન પ્રોજેકટના શ્રમિકોને પડાવ પાસેથી આરોપીને વલસાડ પોલીસે ઝડપી પાડ્યો હતો. વલસાડ પોલીસની ટીમે આરોપીની ધરપકડ કરી મેડિકલ કરાવી આરોપીની પ્રાથમિક પૂછપરછ હાથ ધરી હતી.
વલસાડ ડુંગરા પોલીસની ટીમે કોર્ટમાં આરોપીને રજૂ કરી 10 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. આરોપીની પત્નીના પિતાની તબિયત સારીન હોવાથી 5 મહિના પહેલા તેના બાળકો સાથે UP ગઈ હતી. આરોપી છેલ્લા 7 વર્ષથી વાપી ડુંગરા વિસ્તારમાં ભાડાની રૂમ રાખીને રહેતો હતો. રૂમ ભાડું ચૂકવી શક્યો ન હોવાથી ઘટનાના 10 દિવસ પહેલા ચાલી માલિકે રૂમ ખાલી કરાવી નાખી હતી અને આરોપી રસ્તા ઉપર, રેલવે સ્ટેશન ઉપર કે અન્ય કોઈ જગ્યાએ રાત્રે ઊંઘી જતો હતો.
હાલ તો પોલીસે હવસખોર નરાધમની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે અને કોર્ટમાં રજૂ કરી 10 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. 20 જ દિવસમાં ચાર્જશીટ રજૂ કરી કોર્ટમાં જલ્દી કેસ ચાલે અને આરોપીને ફાંસીની સજા થાય ત્યાં સુધી પોલીસએ તપાસ હાથ ધરી છે.