રીપોર્ટ@વાંકાનેર: યુવકે પત્ની અને સાળાને માર માર્યાની વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ દાખલ

 બનેવી દેવરાજભાઇદેકાવાડીયા વિરુદ્ધ ફરિયાદ નોધાવી છે
 
છેતરપિંડી@મહીકા: વાંકાનેરના મહીકા ગામના યુવાન પાસેથી ટ્રક ખરીદીને પૈસા પણ ન આપતા યુવકે ફરિયાદ નોધાવી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

પેડક સોસાયટીમાં યુવકે તેની પત્ની અને સાળાને મારમારી કરી હોવાની વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ દાખલ થવા પામી હતી.બનાવની મળતી વિગત મુજબ ફરિયાદી રાહુલભાઇ ડાગરોચાએ રાજકોટ ખાતે રહેતા બનેવી દેવરાજભાઇદેકાવાડીયા વિરુદ્ધ ફરિયાદ નોધાવી છે કે પેડક સોસાયટી ખાતે રાહુલભાઇ ઘરે હતા. એ સમયે તેમની બહેન ખુશ્બુ, રાહુલભાઇની પત્ની તથા રાહુલભાઇના મામા રણછોડભાઇ ખીમાભાઇ સાતમ-આઠમનો તહેવાર હોય તેની વાતોચીતો કરતા હતા.એ રાહુલભાઇના આરોપી દેવરાજભાઇ દેકાવાડીયા એક અજાણ્યા શખ્સ સાથે રાહુલભાઇના ઘરની બહાર આવ્યા હતા અને ખુશ્બુબેન બહાર જતા આરોપી દેવરાજે ખુશ્બુબેનને ગાળો આપી હતી.

અને, તુ કેમ આવતી નથી. તેમ કહી ખુશ્બુબેનને મારવા લાગ્યો હતો.
જેથી અને દેકારો થતા રાહુલભાઇ તથા ઘરના સભ્યો બહાર આવતા આરોપી દેવરાજ બનેવીએ લાકડના ધોકા વડે રાહુલભાઇને માથાના ભાગે એક ઘા મારી રાહુલભાઇ સાથે ઝપાઝપી કરી હતી અને રાહુલભાઇ તથા ખુશ્બુબેનને આરોપી દેવરાજે ઢીકાપાટુનો માર માર્યો હતો અને બંનેને જાનથી મારી નાખવાની ધમકી આપી.આ ફરિયાદને આધારે વાંકાનેર સીટી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.