રિપોર્ટ@અમદાવાદ: કોંગ્રેસમાંથી વાવ બેઠક પરથી કોણ લડશે પેટાચૂંટણી? 2 નામની ચર્ચા
કોઈ એકની પસંદગીની શક્યતા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ચૂંટણીનું પરિણામ જાહેર થઇ ગયું છે. લોકસભા ચૂંટણીમાં બનાસકાંઠા સીટ પર કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરની જીત થઈ હતી. ત્યારે ગઈકાલે ગેનીબેન ઠાકોરે વાવ બેઠકના ધારાસભ્યપદેથી રાજીનામું આપ્યું હતું. નિયમ મુજબ ચૂંટાયાના 14 દિવસમાં રાજીનામું આપવાનું હોવાથી 13 જૂન 2024 ગેનીબેને વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું આપ્યું હતું.
આ સાથે જ વિધાનસભા ગૃહમાં કોંગ્રેસનું સંખ્યાબળ 13થી ઘટીને 12 થઈ ગયું છે. આથી વાવ બેઠક ખાલી થયાની જાહેરાત બાદ 6 મહિનામાં વાવ વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી યોજાશે. જેને લઇને વાવ બેઠક પર પેટાચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે 2 યુવાનોમાંથી એકની પસંદગીની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આમ વાવ વિધાનસભામાં કોંગ્રેસ આ વખતે ઈતર સમાજના ઉમેદવાર તરીખે ગુલાબસિંહ અથવા ઠાકરશી રબારીને ચૂંટણી મેદાનમાં ઉતરશે એવું વાવ અને સમગ્ર જિલ્લાના લોકો અને કોંગ્રેસ કર્યક્રતાઓ અને નેતાઓના મુખે આ બંને માથી એક નામ લગભગ નક્કી માનવામાં આવી રહ્યું છે.